Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે માંડા ડુંગરના કાનાને પકડી લેતી એરપોર્ટ પોલીસ સ્ટેશન ટીમ

રાજકોટ: એરપોર્ટ પોલીસ સ્ટેશનની ટીમે પેટ્રોલીંગ દરમિયાન અમદાવાદ રાજકોટ હાઈવે પરથી ડી-સ્ટાફના એ.એસ.આઈ રાણાભાઈ જે ચીહલા તથા પો.કોન્સ કનુભાઈ જી ભમ્મર તથા પો.કોન્સ મહાવીરસિંહ એમ ચુડાસમાને મળેલ સયુંકત હકિકત આધારે બામણબોર ચેક પોસ્ટ પાસેથી મો.સા નં GJ 03 CN 9603 પરથી ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પ્રોહી. કલમ ૬૫ ઈ, ૯૮(૨) મુજબ એરપોર્ટ પોલીસ સ્ટેશન ગુનો દાખલ કર્યો છે.

પકડાયેલ આરોપીનું નામ કાના સામતભાઇ મકવાણા (રહે.માંડા ડુંગર ભીમરાવનગર શેરી નં ૧ બંધ શેરી રાજકોટ) છે. તેની પાસેથી ઈંગ્લીશ દારૂ નંગ-૦૯ કિં.રૂ. ૪૫૦૦ તથા મો.સા. 24,000નું મળી કુલ રૂ. ૨૯,૫૦૦નો મુદામાલ કબજે કરેલ છે.

આ કામગીરી પોલીસ ઇન્સપેક્ટર એમ.સી વાળા સાહેબ તથા પો.સ.ઇન્સ એચ.આર હેરભા તથા એ.એસ.આઈ રાણાભાઈ જે ચીહલા તથા પો.હેડ કોન્સ સામતભાઈ એમ ગઢવી પો.હેડ કોન્સ યોગેન્દ્રભાઈ કે ચોહાણ તથા પો.કોન્સ મહાવીરસિંહ એમ ચુડાસમા તથા દિવ્યરાજસિંહ વી ચુડાસમા તથા પો.કોન્સ. યશપાલસિંહ પી ઝાલા તથા પો.કોન્સ કનુભાઈ જી ભમ્મર સહિતે શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નર  ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર મીણા  તથા મદદનીશ પોલીસ કમિશ્નર  એસ.આર ટંડેલની સૂચના મુજબ થઈ હતી.

(9:18 pm IST)