Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

ભારત-ઇંગ્લેન્ડના ક્રીકેટ મેચના લાઇવ પ્રસારણ ઉપર સટ્ટો રમતા એક શખ્સને પકડી લેતી માલવીયાનગર પોલીસ

રાજકોટઃ  પો.ઇન્સ. કે.એન.ભુકણના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ક્વોડના પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા ટીમના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.હેડ.કોન્સ. દીગપાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. હરપાલસિંહ જાડેજાની સંયુક્ત હકીકત પરથી મવડી મેઇન રોડ વિશ્વેશ્વર મંદીરની બાજુમાં ભારત-ઇંગ્લેન્ડના લાઇવ ક્રીકેટ મેચ ઉપર મોબાઇલ ફોન આઇ.ડી. આધારે સટ્ટો રમતા જેકી તારાચંદભાઈ મલકાણી (ઉ.વ.૩૦ રહે. પરસાણાનગર શેરી . ૧, જંકશન પ્લોટ, જામનગર રોડ)ને પકડી લઈ રોકડા રૂપીયા ૬,૫૫૦ રીયલ-મી કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિંમત રૂ.૧૦,૦૦૦ મળી કુલ મુદામાલ રૂ. ૧૬,પપ૦ કબ્જે કરેલ છે.

આ કામગીરી પો.ઈન્સ. કે.એન.ભુકણ તથા પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા તથા પો.હેડ કોન્સ. મસરીભાઇ ભેટારીયા તથા યુવરાજસિંહ જાડેજા તથા દિગ્ધાલસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજા તથા મહેશભાઇ ચાવડા તથા રોહીતભાઇ કછોટ તથા હિતેષભાઇ અગ્રાવત સહિતે શહેર પોલીસ કમીશ્નરશ્રી મનોજ અગ્રવાલ  તથા સંયુકત પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ  તથા નાયબ પો.કમી. મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પો.કમી.જે.એસ.ગેડમની રાહબરીમાં થઈ હતી.

(8:49 pm IST)