Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

ઘરમાંથી સેવાનો ટહુકાર : ભજનિક હેમંત ચૌહાણે ઘરમાં ફૂડ પેકેટ બનાવી ગરીબોમાં વિતરણ કર્યાં

સૌ પોતાના ઘરમાં રહીને આ મહામારીને લડત આપવા અપીલ કરી

રાજકોટ : કોરોના વાયરસે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે આ મહામારીએ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોને ઝપટમાં લીધા છે હાલમાં લોકડાઉનની સ્થિતિમાં જાણીતા  ભજન સમ્રાટ હેમંત ચૌહાણ તથા તેમના પરિવાર દ્વારા રાજકોટમાં વસવાટ કરતા મજૂર વર્ગ તથા દરરોજનું કમાઇને ખાનારા લોકો માટે ફૂડ પેકેટ બનાવી વિતરણ કરવાનું શરૂ કર્યું છે.

  સાથે જ હેમંતભાઈ ચૌહાણે સમાજને એક નમ્ર અપીલ કરી છે કે, આપ સૌ પોતાના ઘરમાં રહીને આ મહામારીને લડત આપો તથા સરકારના દરેક પગલાંને મદદરૂપ બનો.

(11:42 pm IST)