Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કામધંધા ઠપ્પ થતા બેહાલ બનેલા મજુરોની વ્હારે પોલીસઃ લેબર કોન્ટ્રાકટરો અને બિલ્ડરોની જવાબદારી ફિકસ કરવામાં આવીઃ ગુન્હાહીત બેદરકારી દાખવશે તો કડક પગલા

રાજકોટઃ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ધંધા-રોજગારો ઠપ્પ થતા ખાસ કરીને શ્રમજીવી લોકોની હાલત કફોડી બની છે. બિલ્ડરો અને સાઇટ સંચાલકોએ છેલ્લા દિવસોમાં પોતાની સાઇટો ઉપર રહેતા મજુરો તરફે ગુન્હાહીત બેદરકારી દાખવતા આ પ્રશ્ન સર્જાયાનું સપાટી પર આવ્યું છે. આવા શ્રમજીવી મજુરો અને પરીવારો ખાન-પાનના પ્રશ્નોથી વિવશ બનતા ના છુટકે બોરીયા-બિસ્તર બાંધી પોતાના વતનમાં જવા પ્રેરાયા હતા. આવા લોકોને ઠેક-ઠેકાણે પોલીસે રોકયા હતા અને ખાણી-પીણીની ચીજવસ્તુઓ પુરી પાડી તેમની સાઇટો ઉપર પરત મોકલ્યા હતા. સાથોસાથ સાઇટ સંચાલકો, બિલ્ડરો અને લેબર કોન્ટ્રાકટરોને તેમની જવાબદારીનું ભાન કરાવવા સાથે જો શ્રમીકોના લાલન-પાલનની જવાબદારી દાખવવામાં ગુન્હાહીત બેદરકારી દાખવશે તો તેમની સામે કાયદાકીય જોગવાઇ મુજબ પગલા લેવાની ચીમકી ઉચ્ચારી હતી. જો કે મોટાભાગના બિલ્ડરોએ પણ સ્થિતિ સમજી પોતપોતાની જવાબદારી સ્વીકારી હતી. તસ્વીરમાં ગાંધીગ્રામ પીઆઇ કે.એ.વાળા આવા શ્રમીકો અને પરીવારોને જમાડી પરત મોકલતા નજરે પડે છે.

(4:21 pm IST)