Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો- સ્વયં સેવકો દ્વારા અનાજની કીટ બનાવાઈ

રાજકોટઃ તાજેતરમાં કોરોના વાયરસની આપત્તિ વચ્ચે લોકડાઉનના સમયમાં પૂજય મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી કાર્ય કરી રહેલી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના રાજકોટ મંદિર દ્વારા આજે જરૂરિયાતમંદો માટે પૂજય સંતો અને સ્વયંસેવકો દ્વારા રાહત સામગ્રી સાથે અનાજની કુલ ૧ હજાર કીટ તૈયાર કરવામાં આવી હતી. જેમાં ઘઉંનો લોટ, ચોખા, તુવેરદાળ, મગદાળ અને મીઠાં સાથે મળીને કુલ ૧૧ કિલો રાશન એક પરિવાર દીઠ આપવામાં આવશે.

પ્રથમ તબક્કામાં ૧૧ ટન રાહત સામગ્રી નું રાજકોટ મહાનગરપાલિકા અને સ્વયંસેવકો દ્વારા વિતરણ કરવામાં આવશે. તેમ પૂ.અપૂર્વ મુનિ સ્વામીએ યાદીમાં જણાવ્યું છે.

(4:19 pm IST)