Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

યાર્ડના વેપારી રોહિતભાઇ ગજેરાનું સરાહનીય કાર્ય : ૯૦ મજુરો માટે જમવાની વ્યવસ્થા કરી

રાજકોટ : કોરોના વાઇરસની દહેશતથી રાજકોટ યાર્ડનું કામકાજ સંપૂર્ણ બંધ છે ત્યારે પરપ્રાંતીય મજુરો પોતાન વતનમાં જતા રહ્યા છે અને ૮૦ થી ૯૦ મજુરો ટ્રાન્સપોર્ટ અને બસ ની સુવિધા ઉપલબ્ધ ન હોવાને કારણે જઇ શકયા નથી તેને રાજકોટ યાર્ડમાં રહેવાની તો સુવિધા છે પરંતુ જમવાની વ્યવસ્થા નથી તેના માટે મગફળીના વેપારી રોહિત ટ્રેડર્સ વાળા રોહિતભાઇ ગજેરા અત્યારે બે ટાઇમ જમવાનું પોતાની ઘરે બનાવીને આપી રહ્યા જે સેવાનું ઉમદા ઉદાહરણ છે રોહિતભાઇને યાર્ડના વેપારીઓ દ્વારા ખુબખુબ અભિનંદન પણ આપવામાં આવી રહ્યા છે. તસ્વીરમાં યાર્ડના વેપારી રોહિતભાઇ ગજેરા મજુરો સાથે નજરે પડે છે.

(3:50 pm IST)