Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોના સામે રક્ષણ મેળવવાની શહેરની વિવિધ બેંકો, ATM ને મેઇન રોડ સહિતના સ્થળો પર દવા છંટકાવ

રાજકોટ,તા.૨૭: કોરોનાના સંક્રમણ સામે લેવાઈ રહેલા વિવિધ પગલાઓના ભાગ રૂપે શહેરના વિવિધ સ્થળો પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકશનની કામગીરી કરવામાં આવી રહી છે, જેમાં આજે શહેરની વિવિધ બેંકો, ATM અનેઙ્ગ મેઈન રોડ સહિતના વિવિધઙ્ગ સ્થળો પર છંટકાવ થઈ ગયેલ છે અને હજુ છંટકાવની પ્રક્રિયા ચાલુ છે, તેમ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આ અંગે કમિશનરએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરમાં આવેલ વિવિધ બેંકો, ATM, કુવાડવા રોડ, પારેવડી ચોક, ડિલકટ્સ ચોક, કાલાવડ રોડ પર કોટેચા ચોક થી કે.કે.વી. હોલ સુધીનો સંપૂર્ણ રોડ, મવડી ફાયર સ્ટેશન થી મવડી ચોકડી સુધીનો રોડ, ગોંડલ રોડ ઓવરબ્રિજ થી મવડી ગામ સુધી, તમામ વોર્ડ ઓફિસ, કિરણાની દુકાનો, DSP ઓફિસની અંદર, રેલનગરની બેંકો અને ATM તેમજ અન્યો સ્થળોએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડિસઇન્ફેકટની કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ મનપાની ટીમ આ કાર્યવાહી કરી રહી છે.

આ કામગીરી મ્યુનિ. કમિશનરના આદેશ અનુસાર ચીફ ફાયર ઓફિસર ડી.જે. ઠેબા ની નિગરાની હેઠળ થઈ રહેલ છે.

(3:43 pm IST)