Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

વોર્ડ નં. ૧૭માં કોઇપણ ઇમરજન્સી સેવા માટે ખડેપગે ગોસ્વામી દંપતી

સરકારના આદેશનું પાલન કરવા કોર્પોરેટર અનીતાબેન અને ગૌતમભાઇની

રાજકોટ તા. ૨૦ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસની મહામારીથી ચિંતિત છે કોરોના વાઇરસને અટકાવવા માટે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસ લોક ડાઉન કરેલ છે, તેમજ રાજના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વની સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લઇ રહી છે તથા તંત્રની સાથે સૌ શહેરીજનોને યુવા ભાજપના પ્રદેશ અગ્રણી ગૌતમ ગોસ્વામી અને તેમના ધર્મપત્ની પ્લાનિંગ કમિટી ચેરમેન અને વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અનીતાબેન ગૌતમભાઈ ગોસ્વામીએ રાજકોટવાસીઓને સહયોગ આપવા ખાસ અપીલ કરી છે કે સરકારના તમામ આદેશોનું પાલન કરે. વોર્ડ નં.૧૭ના વિસ્તારમાં અનાજના વેપારી, કરીયાણાના વેપારી, મેડીકલ સ્ટોર, દુધની ડેરી ફાર્મ, દવાખાના તેમજ શાકભાજી સહિતની જીવન જરૂરિયાતના વેપારીઓને ખાસ અપીલ છે કે આપણે ત્યાં આવતા ગ્રાહકોને સોશ્યલ ડિસ્ટન્સ રખાવે તેમજ આ કોઈપણ વેપારીઓને માલ સામાન કે અન્ય કોઈપણ જરૂરિયાત હોય તો મેયર બિનાબેન આચાર્ય તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીના આદેશ અનુસાર આપ વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર અનીતાબેન ગૌતમભાઈ ગોસ્વામીને ફોન નં.(૯૮૯૮૨ ૯૫૮૩૪) મારફત મદદ લઇ શકો છો. તેમજ વધુમાં યુવા ભાજપના પ્રદેશ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામીએ જણાવેલ છે કે, વોર્ડ નં.૧૭ તેમજ રાજકોટ શહેરના ગરીબ માણસો અથવા તો કોઈપણ નાગરિકોને કઈપણ ઇમરજન્સી સેવા દવા અથવા ભોજનની જરૂર પડે તો વોર્ડ નં.૧૭ ભાજપ કાર્યાલય – સહકાર સોસાયટી મેઈન રોડ ઉપર આવીને સંપર્ક કરી શકે છે. તેમ અનીતાબેન ગોસ્વામીની યાદીમાં જણાવાયું છે.

(3:42 pm IST)