Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

શહેરીજનો મેડીકલ વેસ્ટ જાહેરમાં ન ફેંકેઃ ઉદિત અગ્રવાલ

વપરાયેલ માસ્ક, ગ્લોઝ સહિતની વસ્તુ ટીપરવાનમાં અલગથી નાંખોઃ મ્યુ.કમિશ્નરની તાકિદ

રાજકોટ તા. ર૭ : કોરોનાવાયરસના સંક્રમણ સામે લેવાઇ રહેલા વિવિધ પગલાઓના ભાગરૂપે  શહેરીજનો દ્વારા માસ્ક, ગ્લોઝ તથા સેનીટાઇમીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ વપરાયેલ માસ્ક, ગ્લોઝ સહિતનો મેડીકલ વેસ્ટ જાહેરમા ન ફેકવા મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા તાકીદ કરવામાં આવી છે.

આ અંગે મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરીજનો દ્વારા માસ્ક, ગ્લોઝ સહિતનો મેડિકલ વેસ્ટ જાહેરમાં ફેકવાનું ધ્યાન આવ્યુ છેત્યારે તંત્ર દ્વારા ભીનો સુકો એકઠો કરવા ડોર ટુ ડોર ટીપરવાન દ્વારા એકત્રીત કરવામાં આવી રહ્રયહ્યો છે. આ ટીપરવાનમાં વપરાયેલ માસ્ક, ગ્લોઝ અલગની નાંખવા તેમજ જાહેરમાં ન ફેકવા આદેશ કર્યો છ.ે

અંતમાં શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરના વિવિધ વિસ્તરોમાં સફાઇ, ફોંગીગ સેનીટાઇઝની કામગીરી કરવામાં આવી રહી છે.

(3:40 pm IST)