Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

જીવન બેંક પરિવાર એક દિવસનો પગાર અને વ્યકિતગત યોગદાન મુખ્યમંત્રી રાહતનિધિમાં આપશે

રાજકોટ તા. ર૭: પ્રવર્તમાન કોરોના વાઇરસની મહામારી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ તથા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્ર સરકાર તથા રાજય સરકાર સમગ્ર દેશવાસીઓના સહકાર અને જાગૃતિ સાથે આ સમસ્યાને નાથવા સહ્યારો પુરૂષાર્થ કરી રહ્યા છે. ત્યારે જીવન કોમર્શીયલ કો. ઓપ. બેંકના મેનેજમેન્ટ તથા સમસ્ત કર્મચારી પરિવાર આ જાગૃતિ અભિયાનમાં પોતાનો સાથ પુરાવે છે, અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઇ પટેલના અનુરોધને જીવન બેંકના સમગ્ર કર્મચારી પરિવાર એક દિવસનો પગાર તથા બોર્ડના ડીરેકટરશ્રીઓ વ્યકિતગત યોગદાન એકઠું કરી મુખ્યમંત્રી રાહતનિધિ ફંડમાં જમા કરાવશે.

સમસ્ત જીવન બેંક પરિવાર, સમગ્ર દેશવાસીઓ તથા બેંકના સભાસદો અને ગ્રાહકોના સ્વાસ્થય માટેની પ્રવર્તમાન કોરોનાની મહામારી સામે લડવાની શકિત આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. તેમ એમ.ડી. નરેન્દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)
  • ગુજરાતમાં કેદીઓને પેરોલ પર છોડવાની વિચારણા : ગુજરાતના પાકા કામના કેદીઓને પેરોલ પર છોડવાની વિચારણા : ટૂંક સમયમાં જ નિર્ણય : હજારો કેદીઓને અસર કરતો નિર્ણય સંભવ : જેનો ગુનો સાબિત થઈ ગયો છે અને જેલમાં છે અથવા પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલ્યા હોય પણ કેસ ચાલુ હોય તેવા કેદીઓને પેરોલનો લાભ આપવાનો સરકારનો વિચાર : કોરોનાને અનુલક્ષીને વિચારણા access_time 4:18 pm IST

  • શિરડી સાંઈબાબા મંદિરે 51 કરોડ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપ્યા : કોરોના સામેના જંગમાં આર્થિક મદદ કરી access_time 7:13 pm IST

  • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા વડાપ્રધાન રાહતફંડમાં ૨૧ લાખ અને મુખ્યમંત્રી રાહતફંડમાં પણ ૨૧ લાખનું અનુદાન : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના પ્રમુખ જયદેવ શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યુ છે કે હાલની પરિસ્થિતિને અનુલક્ષીને એસસીએ દ્વારા વડાપ્રધાન રાહતફંડમાં ૨૧ લાખ અને મુખ્યમંત્રી રાહત ફંડમાં પણ ૨૧ લાખ ફંડ આપવામાં આવ્યુ છે : આ તકે બીસીસીઆઈના પૂર્વ સેક્રેટરી અને એસસીએના નિરંજનભાઈ શાહે લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી હતી access_time 1:04 pm IST