Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

કોરોનાં સંક્રમણ રોકવાની કામગીરી અમને સોંપોઃમેલેરિયા સ્વયંસેવકોની સ્વૈચ્છિક માંગ

મેલેરિયા સ્વયંસેવકો આરોગ્ય માટે સામેથી સેવા કરવા તૈયાર

રાજકોટ,તા.૨૭ : વર્તમાન કોરોના સંક્રમણને રોકવાની આરોગ્યની કામગીરી સુપ્રત કરવા મેલેરિયા સ્વયંસેવકોએ સામે ચાલીને માંગ ઉઠાવી પ્રશંસનીય પાત્ર પગલુ ભર્યુ છે.

આ અંગે રાજકોટ કામદાર એસો.નાં જણાવ્યા મુજબ આથી જણાવાનું કે, હાલ ચાલી રહેલી કોરોના વાયરસ મહામારી ને ધ્યાનમાં રાખીને ભારત સરકાર અને રાજ્ય  સરકાર દ્વારા લેવામાં આવેલ પગલાં પ્રશંસનીય છે. વાત રહી રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરી પણ મહત્વની છે, જેમાં અમો સ્વયંસેવક જે છેલ્લા ૧૦ વર્ષોથી આરોગ્યને લઇ કામગીરી કરતાં આવ્યાં છીએ અને હાલ પણ મદદ માટે આગળ આવી કોરોના વાયરસને ફેલાવતા રોકવા માટેની લાગતી કામગીરીને  વધુ સારી રીતે કરવા માગીએ છીએ.

પરિસ્થિતિ જોતાં રાજકોટ મહાનગરપાલિકા પાસે જરૂરી આરોગ્ય વર્કરોની સંખ્યા ખૂબજ ઓછી છે. આવાં સંજોગોમાં જ્યારે મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કામગીરીમાં અમારો રાજ્ય કે કેન્દ્ર સરકારને અનુરોધ છે કે, અમોને આવી કામગીરીમાં સામેલ કરવા પ્રમુખ પારસ બેડીયા એ માંગ ઉઠાવી છે.

(3:38 pm IST)