Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

લોકડાઉનના ત્રીજા દિવસે શહેરમાં લટાર મારવા નિકળેલા લોકોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી

તબીબી કારણોસર નિકળેલા લોકો માટે પોલીસ ખડેપગે રહી

લોકડાઉનના ૩જા દિવસે જાણે શહેરની સ્થિતિનો નજારો મેળવતા હોય તેમ રસ્તા પર નિકળી પડેલા કેટલાક શહેરીજનોની શાન પોલીસે ઠેકાણે લાવી દીધી હતી. તો જીવન જરૂરી ચીજવસ્તુ લેવા નિકળેલા લોકોના ખુલાસા યોગ્ય જણાતા પોલીસ તેમને મદદરૂપ પણ બની હતી. સતત પોલીસ બંદોબસ્ત જાળવી રહેલા પોલીસ કર્મચારીઓ અને પોલીસ બ્રિગેડને એડિશ્નલ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડી.સી.બી. મનોહરસિંહ જાડેજા અને એ.સી.પી. ગેડમ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા. ઉચ્ચ અધિકારીઓના આ વલણથી તૈનાત પોલીસ કર્મચારીઓનું મનોબળ પણ વધતું જોવા મળ્યું હતું. મેડીકલ કારણોસર બહાર નીકળેલા લોકોની મદદ કરવા પોલીસ સતત તત્પર રહેતી હોવાનું પણ જણાયું હતું. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:37 pm IST)