Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

૩૦ તારીખે ગુરૂ રાશિ પરિવર્તન કરશે : ત્યારબાદ ધીમે ધીમે તમામ ક્ષેત્રે શાંતિ સ્થપાતી જશે : રઘુરાજ રૂપારેલીયા

આ વર્ષ દેશ માટે આર્થિક વધ-ઘટભર્યુ રહી શકે પરંતુ ૨૦૨૧ અને ૨૦૨૨ આર્થિક સાનુ કૂળ સાબિત થશે

રાજકોટ : રાહુ આશરે ૧૮-૧૯ વર્ષ પછી આર્દ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે છે અને જયારે પણ રાહુ આર્દ્ર નક્ષત્રમાં પરિવહન કરે છે ત્યારે વિશ્વની કેટલીક મોટી દ્યટના, રોગચાળા અથવા આર્થિક પરિસ્થિતિને મોટો આંચકો લાગ્યો છે. આર્દ્રા નક્ષત્રને ૨૭ નક્ષત્રોમાં છઠ્ઠું નક્ષત્ર માનવામાં આવે છે, જેનું વૈદિક જયોતિષવિદ્યામાં ખૂબ મહત્વ છે. અર્દ્રા એટલે પરિવર્તન અને પુનર્નિર્માણ. ભગવાન શંકર તરફ ઇશારો કરીને રૂદ્રને આર્દ્ર નક્ષત્રના સ્વામી તરીકે લેવામાં આવ્યા છે. ભગવાન શંકર જયારે પણ રૂદ્રમાં પરિવર્તિત થાય છે ત્યારે મોટા પ્રમાણમાં વિનાશ થાય છે અને તે પછી પુનઃનિર્માણની નવી પ્રક્રિયા શરૂ થાય છે. આ વર્ષ આર્થિક રૂપે વધ-ઘટભર્યું રહી શકે છે, પરંતુ ૨૦૨૧ અને ૨૦૨૨ દેશ માટે આર્થિક અનુકૂળ સાબિત થશે.

હવે રાહુ આર્દ્રા નક્ષત્રમાં સંક્રમિત છે. હિન્દુ વૈદિક જયોતિષવિદ્યા મુજબ આ પરિવહન લગભગ ૧૮ વર્ષ પછી થઈ રહ્યું છે. આર્દ્રા નક્ષત્રમાં રાહુના પ્રવેશ પછી ધનુ રાશિમાં ગ્રહણ શરૂ થયું, જેની અસર પણ આવી રહી છે. અર્દ્રા નક્ષત્રમાં રાહુ પરિવહન ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૯ થી શરૂ થયું હતું અને ૨૦ મે ૨૦૨૦ સુધી ચાલશે. રાહુનું ભ્રમણ સાચા અર્થમાં લેવામાં આવે તો તે નવી ચીજોના સર્જન અથવા શોધને જન્મ આપશે, જે આખરે માનવતાને લાભ કરશે..

જયારે શનિ તેની પોતાની રાશિમાં હોય છે, ત્યારે તે વિચિત્ર પરિસ્થિતિઓ બહાર આવે છે. શનિ વિશ્વની મહામારીના સાક્ષી રહ્યા છે. ઇતિહાસમાં નઝર ફેરવીએ તો, જયારે શનિ ઈ.સ. પૂર્વે ૧૬૫ (૧૬૫ એડી)માં મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો ત્યારે  ચેચક(ચિકન પોકસ) મહામારીથી ૫૦ લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. જયારે ફરી શનિ ૨૫૨ એડી (ઈ.સ. પૂર્વે) માં મકર રાશિમાં પહોંચ્યો ત્યારે એવું કહેવામાં આવે છે કે રોમમાં, સાયપ્રિયનના પ્લેગના પ્રકોપથી મહિનાઓ સુધી, દરરોજ ૫,૦૦૦થી વધુ લોકો મૃત્યુ પામતા હતા. એવી જ રીતે 547AD માં, ઇજિપ્તમાં પ્લેગ ફેલાયો, જેને પ્લેગ ઓફ જસ્ટિનિન કહેવામાં આવ્યો દરરોજ ૧૦,૦૦૦ કરતા વધારે લોકોની મૃત્યુ થતી હતી એવું ઇતિહાસ કહે છે.

1312ADમાં, જયારે શનિ તેના સ્વરાશિમાં પહોંચેલ ત્યારે પ્લેગ યુરોપથી પાછો ફર્યો, અને વિશ્વવ્યાપી તેના વિનાશથી ૭ાા કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા. 1348ADમાં, ૨ થી ૩ કરોડ યુરોપિયનો ભૂમધ્ય અને પશ્ચિમ યુરોપમાં મૃત્યુ પામ્યા હતા, જે કુલ વસ્તીના ત્રીજા ભાગનો હિસ્સો હતો, અને શનિદેવ ત્યારે પણ સ્વરાશીમાં હતા. 1666ADના લંડનના મહામારી પ્લેગ પછી ઇંગ્લેન્ડમાં ૧૦૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. (લંડનની વસ્તીના ૨૦%). ત્યારે પણ  શનિ તેની પોતાની રાશિમાં પ્રવેશ કરી ચુકયા હતા. ૧૯ મી સદીના મધ્યમાં, ચીન થી જે રોગચાળો ફેલાયો હતો ત્યારે, ફકત એકલા ભારતમાં ૧ કરોડ લોકોનો ભોગ લીધો હતો અને આ જ રોગને લીધે પ્રથમ વખત પ્લેગ  ફેલાયો, જેનો પ્રારંભ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ૧૯૦૨માં થયો હતો. જયારે આ મહામારી પ્રકાશમાં આવ્યો ત્યારે શનિ પોતાના સ્વ ઘરે જ હતા .૧૯૯૪ માં ગુજરાતમાં સુરતમાં જયારે પ્લેગ આવ્યો ત્યારે પણ શનિ પોતાની રાશિમાં જ આગળ વધી રહેલ હતા.

આ સમયે, શનિ પોતાની રાશિ મકરમાં ધીમી ગતિથી વધી રહ્યા છે . જે જીવલેણ રોગચાળા નું મુખ્ય પરિબળ બન્યું, જેને કોરોના વાયરસ કહેવામાં આવે છે. ઉપરાંત, હાલમાં, બૃહસ્પતિ-કેતુનું સંયોજન ચાલી રહ્યું છે જે લોકોને એક વિશેષ માન્યતા આપે છે કે 'કેતુ'એ 'કોવિડ -૧૯' (કોરોના વાયરસ) ની રચના પાછળનું મુખ્ય કારણ છે. કહેવાય છે કે વાયરસના ફાટી નીકળવાની જયોતિષીય અસર ખરેખર ૫ નવેમ્બર, ૨૦૧૯ના રોજ શરૂ થઈ હતી, જયારે ગુરૂ ગ્રહ 'ધનુ' રાશિના પોતાના ઘરે પ્રવેશ કર્યો હતો.

દેવગુરૂ બૃહસ્પતિ આ મહિનાના ૩૦ માર્ચે રાશિ બદલી રહ્યા છે. જેના કારણે ભારત ખૂબ રાહત અનુભવી શકે છે. જયોતિષની ગણતરી મુજબ ગુરૂનો રાશિચક્ર બદલાવ આ રોગચાળાનો અંતિમ સમયગાળો બની શકે છે. મકર રાશિમાં ગુરૂનો પ્રવેશ શનિ-મંગળનો આ પ્રકોપ સમાપ્ત કરશે. શનિ-ગુરૂની જોડી આ રોગચાળાને નબળી બનાવશે. ૪ મે ૨૦૨૦ના રોજ સાંજે ૭ૅં૫૯ વાગ્યે, જયારે મંગળ મકરથી કુંભ રાશિમાં જશે, ત્યારે આ વાયરસ 'કોવિડ -૧૯'ની અસર ખૂબ ઓછી હશે સાથે સાથે વિશ્વની નકારાત્મકતા ઓછી થશે અને શુભ પરિણામમાં વધારો થશે.

 જયોતિષીય ગણતરી મુજબ, ૨૦ મે ૨૦૨૦ થી કોરોના વાયરસ જે વિનાશ વેરી રહ્યો છે તે વિખેરાઈ જશે, શૂન્ય બની જશે. ત્યાં સુધી સહુએ સલામતી અને સાવધાની જાળવવી એ એક માત્ર રસ્તો છે.

૪ મેની સાંજથી પ્રકોપ ખૂબ જ ઓછો થઈ જશે. ૩૦ માર્ચ ગુરૂ પોતાની રાશી બદલી રહ્યા છે. તેથી ભારત ઘણી રાહત અનુભવશે.

હું સૂર્ય, ચંદ્ર અને લગ્ન સ્વામીનો બીજ મંત્ર કરવા અપીલ કરીશ. દરરોજ સૂર્યને પાણી અર્પણ (અર્ધ્ય) કરવું. તેમજ ભગવાન શિવની પૂજા કરવી અને મંદિરમાં  દૂધ સાથે શિવલિંગનો અભિષેક કરવો તેમજ મહામૃત્યુંજય મંત્રનો પાઠ કરવો સહુ માટે સારૂ રહેશે.

આલેખનઃ સમજ

રઘુરાજ રૂપારેલીયા

રાજકોટઃ મો.૯૫૩૭૩૪૨૮૪૫

(11:46 am IST)