Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકોટ જીલ્લામાં લોકડાઉન જાહેરનામાનો ભંગ કરનાર ૧૦ વ્યકિતઓ સામે કાર્યવાહી

લોકડાઉન છતા દુકાનો, રેસ્ટોરન્ટ અને ગેસ્ટ હાઉસો ખુલ્લા : આટકોટ-૩, ભાડલા-૧, જેતપુર સીટી-તાલુકામાં-૨, ધોરાજસ-૨, ઉપલેટા-૧ તથા પાટણવાવમાં ૧ મળી કુલ ૧૦ ગુન્હોઓ નોંધાયા

રાજકોટ,તા.૨૭: જીલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉનના જાહેરના હોવા છતાં દુકાનો, રેસ્ટોરન્ટ અને ગેસહાઉસ ખુલ્લા રાખનાર ૧૦ વ્યકિતઓ સામે પોલીસે ગુન્હો દાખલ કરી અટકાયત કરી હતી.

કોરોના વાયરસ સામે જીલ્લા મેજીસ્ટ્રેટ રાજકોટ તરફથી તકેદારીના ભાગરૂપે જાહેર જગ્યા તથા ખાનગી સ્થળોએ વધારે સમુહમાં  માણસો એકઠા નહીં થવા સબંધે જાહેરનામુ પ્રસિધ્ધ કરેલ હોય તેમ છતાં રાજકોટ ગ્રામ્ય જીલ્લાના આટકોટ, ભાડલા, જેતપુર, ધોરાજી , ઉપલેટા તથા પાટણવાવ પો.સ્ટ. વિસ્તારમાં બિન ઉપયોગી જીવન જરૂરીયાત ચીજ વસ્તુ સીવાયી દુકાનો તથા રેસ્ટોરન્ટ તથા ગેસ્ટ હાઉસ ખુલ્લા રાખી માણસોના સમુહને એકઠો કરી જાહેરનામાનો ભંગ કરેલ હોય જાહેરનામાનો ભંગ કરનારા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.એસ.પી.બલરામ મીણાએ જણાવ્યું હતું કે, ગઇ કાલે જીલ્લામાં લોકડાઉનનો તથા જાહેરનામાનો ભંગ કરવા બદલ આટકોટ પોલીસ સ્ટેશન -૩, ભાડલા પોલીસ સ્ટેશન -૧, જેતપુર સીટી પોલીસ સ્ટે.-૧, જેતપુર તાલુકા પોલીસ સ્ટે. -૧, ધોરાજી પોલીસ સ્ટેશન -૨, ઉપલેટા પોલીસ સ્ટેશન-૧ તથા પાટણવાવ પોલીસ સ્ટેશન-૧ મળી કુલ ૧૦ વ્યકિતઓ સામે ગુન્હાઓ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરાઇ છે.

(11:40 am IST)