Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

રાજકોટમાં ૧ કેદી સહિત વધુ ૧૧ શંકાસ્પદ કેસ

૧૧ પૈકી ૧ પોઝીટીવવાળા દર્દીના પરિવારજન ? કુલ ૧૬ લોકો આઇસોલેશનમાં : સાંજે રીપોર્ટ આવશે

રાજકોટ તા. ૨૭ : શહેરમાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો આંકડો આગળ વધતો જાય છે. ગઇકાલે સાંજથી આજે સવાર સુધીમાં વધુ ૧૧ લોકો શંકાસ્પદ જણાતા તમામને આઇસોલેશનમાં ખસેડવામાં આવ્યા છે. સાંજ સુધીમાં રીપોર્ટ આવી જશે. આ નવા ૧૧માં ૧ કેદીનો પણ સમાવેશ થાય છે. તેને પી.ડી.એમ.માં રાખવામાં આવેલ છે. ૧૧ પૈકી ૧ અગાઉના ૫ પોઝીટીવ કેસવાળા દર્દીઓ પૈકીના ૧ દર્દીના પરિવારજન હોવાની માહિતી બહાર આવી રહી છે. આ અંગે સત્તાવાર કોઇ વિગતો જાહેર થયેલ નથી.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલોમાંથી ૬ અને સરકારી હોસ્પિટલમાંથી ૫ સહિત કુલ ૧૧ના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ૧ કેદીનો સમાવેશ થાય છે. રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાના પોઝીટીવ કેસની સંખ્યા ૫ થઇ છે. આજે વધુ ૧૧ના સેમ્પલ મોકલાયા છે. હાલ કુલ ૧૬ લોકો આઇસોલેશનમાં છે.

(11:34 am IST)