Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કથ્થક કલાની યુવા પ્રતિભા ભૂમિકા આડેસરા અને નિધિ પાટડીયાનો શુક્રવારે મંચ પ્રવેશ હેમુગઢવી હોલમાં ગૌરવાંકિત બંને પ્રતિભાઓ કલાવૈભવ પાથરશે

રાજકોટ :ભારતીય ક્લાસિકલ નૃત્યમાં કથ્થક એ સૌથી પ્રાચીન શૈલી સાથે ભગવાન શ્રીક્રુષણને સમર્પિત આવિર્ભાવ છે પ્રવર્તમાન  શાસ્ત્રીય નૃત્યની શૈલીઓમાં સૌથી પ્રાચીન એવી કથ્થક નૃત્ય કલા એટલે ભાવ,રાગ અને તાલનો ત્રિવેણી સંગમથી જન્મેલ અમૃતધારા હોવાનું મનાય છે

  કથ્થક કલાની યુવા પ્રતિભા એવા કુ, ભૂમિકા આડેસરા નાનપણથી જ નૃત્યમાં રસ રુચિ ધરાવે છે સોનીબજારમાં અગ્રણી એવા પોપ્યુલર જવેલર્સ પરિવારના કુ,ભૂમિકા રાંમકૃષ્ણભાઈ આડેસરા અને જેચંદભાઈ પાટડીયા (વનાળીયા વાળા ) પરિવારના કુ,નિધિ ઉમેશભાઈ પાટડીયા કથ્થક નૃત્યમાં BA વિશારદ થયા અને MA અલકર પણ કલાગુરુ હર્ષાબેન ઠક્કરના સાનિધ્યમાં પ્રાપ્ત કરેલ છે

   રાજકોટમાં તા;29ને શુક્વારે રાત્રીના 8 થી 11 દરમિયાન હેમુગઢવી હોલ ટાગોર રોડ ખાતે રાજ્ય સરકાર આયોજિત 'કલ કે કલાકાર 'કાર્યક્રમ અંતર્ગત અને કલાગુરુ હર્ષાબેન ઠક્કર (કાનાબાર ) ના માર્ગદર્શન હેઠળ આ બન્ને યુવા પ્રતિભાઓ કથ્થક નૃત્ય કલાની પ્રસ્તુતિ કરશે

   સોની સમાજની આ બંને ગૌરવાંકિત પ્રતિભાઓ મંચ પ્રવેશ માટે ઉસ્તુક છે સાથે કલાપ્રેમીઓ -આમંત્રિત જનતા પણ બંને પ્રતિભાઓને વધાવવા આતુર છે

(7:34 pm IST)