Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

શહેર ભાજપ માલધારી સેલના પ્રભારીનું સુકાન દિનેશ ટોળીયાને

જીતુ કાટોળીયા કન્વીનર અને કાનાભાઇ સહકન્વીનર

રાજકોટ તા.૨૭: લોકસભા ચૂંટણી ધ્યાને લઇને સંગઠનનો વ્યાપ વધે તે માટે પ્રદેશ ભાજપ દ્વારા શહેર ભાજપ માલધારી  સેલના પ્રભારી તરીકે દિનેશભાઇ ટોળીયાની વરણી કરાઇ છે.

કન્વીનર તરીકે જીતુભાઇ કાટોળીયા, સહકન્વીનર તરીકે કાનાભાઇ ચૌહાણ, બીજલભાઇ ટારીયા, લોકસભા સીટના ભાજપ માલધારી સેલના ઇન્ચાર્જ તરીકે ભરતભાઇ ગમારા, સહઇન્ચાર્જ તરીકે પોપટભાઇ ટોળીયા, ખીમાભાઇ જોગરાણાની વરણી કરવામાં આવેલ હતી.આ વરણીને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, મહામંત્રી

 દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ અને તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી અભિનંદન પાઠવ્યા હતા.

(3:59 pm IST)