Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સફળ બિઝનેસમેન કેવી રીતે બનવું? : જેસીઆઇનો ટ્રેનીંગ સેમિનાર

રાજકોટઃ જેસીઆઇ રાજકોટ સિલ્વર દ્વારા બિઝનેસ ટ્રેનિંગ લીડનું ફસ્ટ સેસનઃ ''ધ  ફયુચર ઓફ બિઝનેશ''નું આયોજન થયુ હતુ બિઝનેસ સ્ટ્રેટેજી માસ્ટર ઉદ્યોગપતિ, જેસીઆઇના પાસ્ટ નેશનલ પ્રેસિડેંટ તેમજ ઇન્ટરનેશનલ ટ્રેનર રમેશ બાટવીયા દ્વારા આવનારા પાંચ વર્ષમાં માર્ર્કેટમાં કયા બિઝનેસ કરવા, કેવી રીતે તમને સફળ  બનાવવા ઇનોવેટીવ આઇડીયાને ઉદ્યોગીરીતે રૂપાંતરીત કરી સફળ બિઝનેસ બનવાની ચાવી આપી. આવનારા ભવિષ્યમાં માર્કેટમાં કેવા પડકારો હશે અને તમનો સામનો કેવી રીતે કરવો તેનુુ માર્ગદર્શન આપવામાં આવેલ. ટ્રેનીંગમાં ૧૨૦ જેટલા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહયા હતા. પ્રમુખ નુરૂદીન સાડીકોટ, ઉપપ્રમુખ પ્રશાંત   સોલંકી અને ટીમે જહેમત ઉઠાવેલ. ભુતપૂર્વ પ્રમુખ ભરત દુદકીયા, મોઇઝ કપાસી, દીપેન કોટેચા, સંજય જોશી, પરાગ જોબનપુત્રા, મનીષ માલાની, પરેશ સંઘવી, અતુલ આહયા, મધુર નરસિયાન, રાકેશ વાલેર, ઝોન ઓફિસર કલ્પેશ અમલાની ઉપસ્થિત રહયા હતા.લીડ બિઝનેસ ટ્રેનિંગ જુદા-જુદા વિષય પર છે જેમા ભાગ લેવા માટે વાઇસ પ્રેસિડન્ટ પ્રશાંત સોલંકી મો. ૯૯૦૪૭૦૦૬૨૮ ઉપર સંપર્ક કરી રજીસ્ટ્રેશન કરાવી લેવા યાદીમાં  જણાવાયું છે.

(3:59 pm IST)