Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગરમીમાં ઠંડકનો અહેસાસ : બજારમાં લાલચટાક તરબૂચનું વધ્યું વેચાણ

ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે છેલ્લા કેટલાય દિવસોથી તાપમાનનો પારો ઉંચકાયો છે લોકોને ગરમીનો અહેસાસ થઇ રહયો છે ત્યારે કાળઝાળ ગરમીમાં ઠંડકનો અહેસાસ કરવા લાલચટાક તરબૂચનું બજારમાં આગમન થઇ ચૂકયું છે બપોરે ધોમધમખતા તાપમાં રાહત આપતા તરબૂચ સહિતના ફળોનું વેચાણ પણ વધવા પામ્યું છે ગરમીના દિવસોમાં તરબૂચ શરીર અને કોષોને ભેજ આપે છે, એટલું જ નહિ, તે કિડની, પિત્તાશય અને મૂત્રાશયની સફાઈ પણ કરે છે. વિટામિન,મિનરલ્સ અને એન્ટિ ઓકિસડેટ્સથી ભરપૂર તરબૂચ જેવા સ્વાદિષ્ટ ફળને ગરમીમાં બપોરે ખાવાની મજા જ કઇંક અનોખી છે. તેને નાના-નાના ટુકડામાં કાપીને કે પછી જયુસ બનાવીને પીવામાં આવે છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:58 pm IST)