Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

શિવપરામાં જૂગાર રમતાં ત્રણ શખ્સ રૂ. ૨૫૭૦૦ની રોકડ સાથે પકડાયા

હનુમાન મઢી પાસે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડ્યો

રાજકોટ તા. ૨૭: ગાંધીગ્રામ પોલીસે રૈયા રોડ હનુમાન મઢી પાછળના શિવપરામાં દરોડો પાડી ભુપેન નટુભાઇ રાજપરા (ઉ.૩૮-રહે. અક્ષરનગર ગાંધીગ્રામ), હનીફ રહિમભાઇ ચોૈહાણ (ઉ.૪૦-રહે. કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા) તથા વિરેન્દ્ર ચંદુલાલ દેસાઇ (ઉ.૫૨-રહે. નેમીનાથ સોસાયટી-૩)ને જાહેરમાં તિનપત્તીનો જૂગાર રમતાં પકડી લઇ રૂ. ૨૫૭૦૦ કબ્જે લીધા હતાં. પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટ, હેડકોન્સ. રાહુલભાઇ વ્યાસ, કોન્સ. કિશોરભાઇ ઘૂઘલ, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, દિનેશભાઇ વહાણીયા, ગોપાલભાઇ પાટીલ સહિતે આ દરોડો કનુભાઇ અને વનરાજભાઇની બાતમી પરથી પાડ્યો હતો.

(3:56 pm IST)