Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

દારૂના ગુનામાં સંડોવાયેલા રૈયાધારના પ્રકાશ અને આનંદને પાસામાં ધકેલાયા

ક્રાઇમ બ્રાંચે વોરન્ટની બજવણી કરી અમદાવાદ અને વડોદરા જેલમાં મોકલાયા

રાજકોટ તા. ૨૭: ચૂંટણી સંદર્ભે ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા શખ્સો સામે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આકરા પગલા લેવા આપેલી સુચના અંતર્ગત વધુ બે શખ્સને પાસામાં ધકેલાયા છે. રૈયાધારનો પ્રકાશ ડાયાભાઇ જાદવ (ઉ.૨૦) અને આનંદ રણછોડભાઇ પરમાર (ઉ.૨૧) અગાઉ દારૂના ગુનામાં પકડાયા હોઇ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત પીસીબીના પીઆઇ એસ. એન. ગડ્ડુ, અજયભાઇ શુકલા સહિતે કરતાં પોલીસ કમિશનરે તે મંજુર રાખી પ્રકાશને અમદાવાદ અને આનંદને વડોદરા જેલમાં ધકેલવા હુકમ કરતાં આ વોરન્ટની બજવણી ક્રાઇમ બ્રાંચના એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પી.આઇ. એચ. એમ. ગઢવી, પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ, યોગેન્દ્રસિંહ, યોગીરાજસિંહ, અમીતભાઇ, સોકતખાન સહિતે કરી છે.

(3:55 pm IST)