Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સીટ બેલ્ટની જરૂરીયાત સમજાવતા રોજર મોટર્સના ઇનોવેટીવ 'સીટ બેલ્ટ પરસ્યુએડર' ડીવાઇસનું નિતીન ગડકરીના હસ્તે ઉદઘાટન

રાજકોટ તા. ર૭ :.. માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુ અને ઇજા ઘટાડવામાં સીટ બેલ્ટ ખુબ જ મહત્વનું સેફટી બેલ્ટ છે, તે સર્વ વિદિત છે. તેમ છતાં વાહન ચાલકો સીટ બેલ્ટનો ઉપયોગ ટાળે છે. સીટી બેલ્ટની જાગૃતતા લાવવા (ફેડરેશન ઓફ ઓટો મોબાઇલ ડીલર્સ એસોસીએશન)ના સહયોગથી રાજકોટના રોજર મોટર્સ દ્વારા ખાસ લોકોમાં સીટ બેલ્ટની ગંભીરતા સમજાય તે માટે તૈયાર કરેલ ડીવાઇસ, 'રોજર સીટ બેલ્ટ પરસ્યુએડર' નું નાગપુર ખાતે શ્રી નિતીન ગડકરીજીએ તાજેતરમાં ઉદઘાટન કરી, સમાજમાં જાગૃતતા ફેલાય તે માટે ખુલ્લુ મુકેલ હતું. અ ડીવાઇસ કોઇપણ સ્થળે લઇ જઇ શકાય તેવું છે અને આગામી સમયમાં તેને રોજર મોટર્સ દ્વારા દેશના વિવિધ શહેરો અને ગુજરાતમાં વિવિધ સ્થળોએ લઇ જઇ લોકોને સીટ બેલ્ટની જરૂરીયાત સમજાવવાનું કામ કરવામાં આવનાર છે.

 નાગપુર ખાતે યોજાયેલ પ્રદર્શનના મુખ્ય આકર્ષણ રૂપે આ 'રોજર સીટ બેલ્ટ પરસ્યુએડર' ડીવાઇસ રાજકોટથી ખાસ લઇ જવામાં આવેલ. શ્રી નીતિન ગડકરીજીએ તેના ઉદઘાટન બાદ ડેમો નિહાળી ખુબ પ્રભાવિત થયા હતા અને રોજર મોટર્સની આ ઇનોવેટીવ ડીવાઇસને બિરદાવી અને તેમને આ પ્રવૃતિ આખા દેશમાં કરવા ઇજન કર્યુ હતું.

રોજર મોટર્સ કંપની દ્વારા કારની સાચવણી, ઘાતક અકસ્માત અને તેનાથી બચવાના ઉપાયો જેવી અનેક બાબતો અંગેનું એક અનોખું પુસ્તક પણ બહાર પાડવામાં આવ્યું છે. બીજી તરફ રોજર કંપની દ્વારા હાઇવેની હોટેલ પરના યુરીનલ પર પણ માર્ગ સલામતી માટે સેફટી ટીપ્સ લગાડવામાં આવી છે, જેથી લોંગ ડ્રાઇવ કરતા લોકો તેને વાંચી શકે અને હાઇવે પરનાં ઘાતક અકસ્માતો નીવારી શકાય. આ ઉપરાંત રોજર મોટર્સ દ્વારા હાઇવે પર ટ્રકમાં રીફલેકટર લગાવવા, સીટ બેલ્ટ અવેરનેસ, ટાયર પ્રેસર અવેરનેસ, ટાયર બ્લાસ્ટ જેવા અનેક રોડ સેફટી વિષયો પર જનજાગૃતિ માટે કેમ્પ યોજવામાં આવે છે, જેનો લાભ લઇ હજારો કાર ચાલકો જીવલેણ અકસ્માતોથી કેવી રીતે બચી શકાય અથવા તેને કેવી રીતે ટાળી શકાય તેનાથી માહિતગર થયા છે.

(3:46 pm IST)