Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

વિકાસ કોને કહેવાય તે નરેન્દ્રભાઇના નેતૃત્વવાળી સરકારે દુનિયાને બતાવી દીધુ : પરષોતમ રૂપાલા

ફરી નેતૃત્વ સંભાળવા નરેન્દ્રભાઇની ભાજપા સરકાર પૂર્ણ સક્ષમ : સુરેશ પ્રભુ * રાજકોટમાં વિજય સંકલ્પ સંમેલનમાં ધ્રુજારો

રાજકોટ : પ્રદેશ ભાજપની યોજના અનુસાર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીના માર્ગદર્શન હેઠળ લોકસભાની ચુંટણીને ધ્યાને લઇ ઠેરઠેર 'વિજય સંકલ્પ' સંમેલનો યોજાઇ રહ્યા છે. તે અંતર્ગત રાજકોટમાં પણ અમૃતસાગર પાર્ટી પ્લોટ, ૧૫૦ ફુટ રીંગ રોડ ખાતે વિજય સંકલ્પ સંમેલન યોજાયુ હતુ. આ તકે કેન્દ્રીય મંત્રી પરૂષોતમભાઇ રૂપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી જણાવ્યુ હતુ કે  કોંગ્રેસ દેશમાં નકારાત્મક ભુમિકા ભજવી રહ્યો છે. હંમેશા ભ્રામક  નિવેદનો કરી પ્રજાને ગેરમાર્ગે દોરે છે. જયારે નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે દેશના દેશ અને દુનિયાને બતાવી દીધુ કે વિકાસ કોને કહેવાય. કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુએ જણાવેલ કે નયા ભારતના નિર્માણમાં ભાજપ સાથે લોકભાગીદારીને સાંકળી શકાય તેવા હેતુથી 'મેરા દેશ બદલ રહા હે' ની ભાવનાને ઉજાગર કરવા વિજય સંકલ્પ સંમેલનમાં બુથ લેવલના કાર્યકર્તાઓની લઇને તમામ શ્રેણીના હોદેારો, મંત્રીઓ, સમર્થકોને સાથે જોડવામાં આવી રહ્યા છે. નરેન્દ્રભાઇના નેતૃત્વવાળી ભાજપા સરકાર સક્ષમ પુરવાર થઇ રહી છે. સંમેલનમાં રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, નરહરીભાઇ અમીન, ધનસુખ ભંડેરી, પુષ્પદાનભાઇ ગઢવી, કમલેશ મિરાણી, ડી. કે. સખીયા, હીરેન પારેખ, બાવનજીભાઇ મેતલીયા, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, બીનાબેન આચાર્ય, અંજલીબેન રૂપાણી, જયોતીન્દ્રભાઇ મહેતા, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુભાઇ મેતા, ભરત બોઘરા, રાજુભાઇ ધ્રુવ, ડો. વલ્લભભાઇ કથીરીયા, અશ્વિન મોલીયા, ઉદય કાનગડ, ડો. જૈમન ઉપાધ્યાય, રક્ષાબેન બોળીયા, ભાનુબેન બાબરીયા, રાજુભાઇ બોરીચા, ભીખાભાઇ વસોયા, કાશ્મીરાબેન નથવાણી, નયનાબેન પેઢડીયા વગેરે ઉપસ્થિતચ રહેલ. પ્રારંભે ભુદેવોના મંત્રોચ્ચાર સાથે વિજયી ભવઃ ના આશીર્વાનો શંખનાદ કરાયો હતો. સમગ્ર સંચાલન દેવાંગ માંકડે અને અંતમાં આભારવિધિ જીતુ કોઠારીએ કરેલ. સંમેલનમાં રાજકોટ અને મોરબા શહેર જિલ્લાના કાર્યકરો, શુભેચ્છકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)
  • જામનગરમાંથી પિત્તળનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો : વિકટોરિયા પુલ પાસે ટ્રાવેલ્સમાંથી જથ્થો ઝડપી પડાયો : જથ્થો ક્યાં થી ક્યાં મોકલાતો હતો તે અંગેની પોલીસે તપાસ હાથ ધરી : શંકાસ્પદ લાગતા બ્રાસના જથ્થાના 5થી વધુ બાચકાઓ ઝડપાયા : GST ચોરી કરવાના ઇરાદે જથ્થો મોકલતા હોવાની શકયતા (તસવીર:કિંજલ કારસરીયા, જામનગર) access_time 12:06 am IST

  • રાજકોટ શહેરમાં એક વર્ષમાં પ૭ હજાર વાહન વેંચાયાઃ મનપાને રૂ.૧પ.૬૦ કરોડની આવક : શહેરમાં ૧ એપ્રિલ ર૦૧૮થી ર૬ માર્ચ ર૦૧૯ સુધીમાં પ૭,૬૮૬ વાહનોનું વેચાણ થતા કોર્પોરેશનને વાહન વેરાની રૂ. ૧પ.૬૦ કરોડની આવકઃ ગત વર્ષ કરતા રૂ.૬.૦૮ કરોડનો વધારોઃ દિવ્યાંગ વ્યકિત માટેના વાહનો તથા ઇલેકટ્રીક વાહનોમાં ૧૦૦ ટકા કરમુકતિ access_time 3:31 pm IST

  • પક્ષનો આદેશ થશે તો ચોક્કસ લોકસભા ચૂંટણી લડીશ : અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના પ્રચાર કંપેન દરમિયાન નવનિયુક્ત કોંગ્રેસ સેક્રેટરી પ્રિયંકા ગાંધી access_time 8:30 pm IST