Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

જુના-ન્યુ રાજકોટમાં ૧૭ મિલ્કતોને તાળા

બાકી વેરો વસુલવા કડક કાર્યવાહીઃ આજે સેન્ટ્રલ ઝોનમાં ૩પ.૮૦ લાખ, વેસ્ટ ઝોનમાં ૪૪ લાખ તથા સામાકાંઠાના વિસ્તારમાંથી ૮૦ લાખની વસુલાતઃ ATC મોબાઇલ ટાવર કંપની પાસેથી કુલ રૂ. ૧.પ કરોડની વસુલાત

રાજકોટ તા. ર૭ :.. મ્યુ. કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અન્વેય આજે વેસ્ટ ઝોનના કાલાવડ રોડ પર આવેલ જડુઝ હોટલની ઉપર આવેલ. પ્રથમ, બીજો તેમજ ત્રીજા માળ એક કુલ ૩ મિલ્કત તથા સેન્ટ્રલ ઝોનમાં ૧૪ મીલ્કત સહિત બાકી વેરો વસુલવા કુલ ૧૭ મીલ્કત સીલ કરવામાં આવી છે. આજે ત્રણેય ઝોનમાં ૧.પ૯ કરોડની વસુલાત થવા પામી છે. આ ઉપરાંત એટીસી મોબાઇલ ટાવરની કંપની પાસેથી રૂ. ૧.પ કરોડની વસુલાત કરવામાં આવી છે.

વેસ્ટ ઝોન

વેસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા અમીન માર્ગ પર, રૈયા ચોક પાસે આવેલ શ્યામલ પ્લાઝા, જલારામ-ર, માઇલ સ્ટોન, વાવડી, સહિતના વિસ્તારમાંથી ૪૪ લાખની વસુલાત થવા પામી છે.

જયારે કાલાવાડ રોડ પર આવેલ ક્રોસ રોડ બિલ્ડીંગમાં જડુઝ હોટલની ઉપર આવેલ પ્રથમ માળ, બીજો માળ તેમજ ત્રીજો માળ એક કુલ ત્રણ મિલ્કતોનો કુલ બાકી વેરો રૂ. ૩,૦૭,રર૪ ભરપાઇ ન થતાં ત્રણેય મિલ્કતો સીલ કરેલ છે.

આ કામગીરી સહાયક કમિશ્નરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ વેસ્ટ ઝોનના લગતા વોર્ડના આસી. મેનેજરશ્રીઓની સુચના અનુસાર લગતા વોર્ડના વોર્ડ ઓફીસરના સહયોગ થી ટેકસ ઇન્સ્પેકટરો ગીરીશ બુધ્ધદેવ, વશરામ કણઝારીયા, હિતેશ મહેતા, વાલજીભાઇ પરમાર, નિલરત્ન પંડયા, જે. બી. પાતળીયા તેમજ રિકવરી કલાર્ક દેવાભાઇ રાઠોડ, ભરત વાંક, હિતેન્દ્ર વસાવા, તુષાર સોલંકી, રાજેશ નૈયા, હરેશ નસીત અને વિપુલ કમેજલીયા દ્વારા કરવામાં આવેલ છે.

પૂર્વ ઝોન

ઇસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ ની બાકી રકમની વસુલાત માટે વોડ નં. ૧૮ માં સહાયક કમિશનરશ્રી (પુ.ઝો.) તથા આસી મેનેજરશ્રી (પુ.ઝો), તેમજ વોર્ડ ઓફીસરની આગેવાનીમાં સીલીંગ કરવા ૧૪ ટીમો ઉતારવામાં આવેલ જેમાં કુલ ૬૪ મિલ્કતોમાં અંદાજીત ૮૦.૦૦૦  લાખની સ્થળ પર વસુલાત આવેલ છે.આ ઉપરાંત એટીસી ટાવર કંપનીના મોબાઇલ ટાવરની કુલ ૧.૦પ કરોડની વસુલાત આવેલ છ.ે  આ કામગીરી આસી. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર (પૂર્વ ઝોન) એમ.ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, અરવિંદ મકવાણા, જે. કે. જોશી અને એચ.કે. કાપડીયા વિ. દ્વારા કરવામાં આવી.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલ ઝોનની વેરાશાખા દ્વારા બજરંગવાડી, ભોમેશ્વર પ્લોટ, જંકશન પ્લોટ, બજરંગવાડી, મોચી બજાર અને પોપટપરા જાગનાથ પ્લોટ, સોની, બજાર, રજપુત પરા, સરદારનગર, લીમડાચોક અને ગોંડલ રોડ, ઢેબર રોડ, મિલપરા, કેનાલરોડ અને કેવડાવાડી, કોઠારીયા તથા અટીકા અને પરમેશ્વર વિસ્તારમાં બાકી વેરા વસુલતાની કાર્યવાહી કરતા આજ રોજ કુલ ૧૪ યુનિટને સીલ મારેલ તથા રૂ.૩પ,૮૦,૦૦૦ ની વસુલાત થયેલ છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસર આરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટર કમલેશભાઇ ઠાકર, મુકેશભાઇ ખંધેડીયા, નિતીનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(3:35 pm IST)
  • ભાજપના દિલ્હી એકમ દ્વારા લોકસભાની 7 સીટ માટે 31 સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર :નવી યાદીમાં ગૌતમ ગંભીરના નામનો કરાયો સમાવેશ :રાજ્યની ભાજપની ચૂંટણી સમિતિ દ્વારા આ પહેલા બનાવેલ 21 સંભવિત ઉમેદવારોની યાદી પાર્ટી હાઇકમાન્ડે ઠુકરાવી હતી : ગૌતમ ગંભીરનું નામ નવી યાદીમાં સામેલ કરાયું છે access_time 1:21 am IST

  • મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા કુલ ૧૨૫૦ મિલ્કતો સીલ : મ્યુ.કોર્પોરેશનની વેરા શાખા દ્વારા બાકી મિલ્કત વેરો વસુલવા આજ દિન સુધીમાં કુલ ૧૨૫૦ મિલ્કત સીલ કરી હતી. જેમાં સેન્ટ્રલ ઝોનમાં અંદાજીત ૮૫૦ મિલ્કત સીલ કરવામાં આવી હતી. access_time 3:31 pm IST

  • રવિવારે સરકારી લેતીદેતી કરતી બેન્કની તમામ શાખાઓ ખુલી રહેશે :આરબીઆઇએ કર્યો આદેશ : રિઝર્વ બેંકે સર્ક્યુલર જાહેર કર્યું :સરકારી પ્રાપ્તિ અને ચુકાવણી માટે 31 માર્ચે તેના તમામ પે એન્ડ એકાઉન્ટ કાર્યાલય ખુલ્લા રહેશે access_time 1:13 am IST