Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રૂરલના એ.એસ.આઇ. સામે પત્નીની પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ

પતિ ધીરૂ વાઘેલા લોન ભરપાઇ ન કરતા બેંકે મકાન ખાલી કરવાની નોટીસ ફટકારી

રાજકોટ તા.૨૭: શહેરના આજીડેમ ચોકડી પાસે સત્યમ પાર્કમાં રૂરલના એએસઆઇ એ લીધેલી હોમલોન ભરપાઇ ન કરતા બેંકે મકાન ખાલી કરવાની નોટીસ ફટકારતા મહિલાએ પતિ વિરૂદ્ધ પોલીસ  કમિશનરને લેખિત ફરિયાદ કરી છે.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે સત્યમ પાર્ક શેરીનં. ૩માં રહેતા ગંગાબેન ધીરૂભાઇ વાઘેલાએ આઇ.જી. તથા પોલીસ કમિશનરને કરેલી લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે તેના બે પુત્ર અને એક પુત્રી સાથે સત્યમ પાર્ક શેરીનં. ૩માં રહ છે. પતિ ધીરૂ વાઘેલા રૂરલ એસ.પી. કચેરી ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવે છે. પોતાને પતિ સાથે મનમેળ ન આવતા પતિ વિરૂદ્ધમાં ખાધાખોરાકીનો કેસ પણ કરેલ છે તેથી તે ગોલીડા ગામમાં રહે છે. તે ખાધાખોરાકી પણ આપતા નથી અને તેણે અગાઉ મકાન ઉપર પાંચ લાખ અને પર્સનલ ર લાખની બેંક લોન લીધી હતી તે લોનના હપ્તા પણ ભરપાઇ ન કરતા બેંકે મકાન ખાલી કરવા માટે નોટીસ ફટકારી છે. આ મામલે પોતે એએસઆઇ પતિ વિરૂદ્ધ પોલીસમાં અનેક અરજીઓ કરી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આથી આ અંગે એએસઆઇ ધીરૂ વાઘેાલ સામે ખાતાકીય પગલા લઇ ડીસમીસ કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. જો કાર્યવાહી નહી થાય તો પોતે સંતાનો સાથે પ્રતિક ઉપવાસ ઉપર ઉતરવા માટેની ચિમકી આપી છે.

(3:34 pm IST)