Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ગરમી વધતાં તાવના દર્દીઓ વધ્યાઃ ર૭૬ કેસ

છેલ્લા અઠવાડીયામાં ઝાડા-ઉલ્ટીનાં ૮૯ સહિત કુલ ૪૦૦ જેટલા દર્દીઓ આરોગ્ય શાખાનાં ચોપડે નોંધાયા

રાજકોટ તા. ર૭ :.. છેલ્લા એક સપ્તાહ દરમિયાન ગરમીનું પ્રમાણ વધતાં તાવ-ઝાડા-ઉલ્ટીનાં દર્દીઓનું પ્રમાણ વધ્યુ છે. છેલ્લા અઠવાડીયામાં વિવિધ રોગોનાં ૪૦૦ જેટલા દર્દીઓ મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખાનાં ચોપડે નોંધાયા છે.

આ અંગે આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા આંકડાઓ મુજબ છેલ્લા એક અઠવાડીયામાં શરદી-ઉધરસ-તાવનાં ર૩૯, ઝાડા-ઉલ્ટીનાં ૮૯ અને અન્ય તાવનાં ૩૭ સહિત ૪૦૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.

દરમિયાન રોગચાળો અટકાવવા માટે મેલેરીયા વિભાગે દવા છંટકાવ ત્થા ફોંગીગ અને ફુડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોનું ચેકીંગ કર્યુ હતું.

(3:34 pm IST)