Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

છેલ્લા સપ્તાહમાં પાણી ચોરીમાં ૭૭ મકાન ધારકો ઝડપાયાઃ ૮૨ હજારનો દંડ

રાજકોટ, તા.૨૭: રાજકોટ શહેરમાં પાણી ચોરીની પ્રવૃત્ત્િ। અટકાવવા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીના આદેશ અનુસાર ગેરકાયદેસર નળ કનેકશન અને ડાયરેકટ પમ્પીંગનાં કિસ્સાઓણી તપાસ ઉપરાંત પાણીનો બગાડ કરતા આસામીઓ સામે પણ પગલાં લેવામાં આવી રહયા છે. જેમાં તા. ૧૩થી તા. ૨૬ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની ટીમો દ્વારા શહેરમાં હાથ ધરાયેલ ચેકિંગ દરમ્યાન ડાયરેકટ પમ્પીંગનાં ૭૧ કિસ્સા અને ૬ ભૂતિયા નળ જોડાણ ઝડપાયા હતાં. ડાયરેકટ પમ્પીંગ અને ભૂતિયા નળ જોડાણ ઉપરાંત પાણીનો બગાડ કરનારા લોકો પાસેથી કુલ મળીને રૂ.૮૨,૦૧૦/-નો દંડ વસૂલ કરાયો હતો.

દરમ્યાન શહેરના ત્રણેય ઝોનમાં કુલ ૮૯૧૯ મકાનોમાં ચેકિંગ કરાયું હતું. આ દરમ્યાન ડાયરેકટ પમ્પિંગનાં ૩૪ કિસ્સાઓમાં ઇલેકિટ્રક મોટર જપ્ત કરી સંબંધિત આસામીઓને નોટીસ ઇસ્યુ કરવામાં આવી હતી. ભૂતિયા નળ જોડાણ કાપી નાંખવામાં આવ્યા હતાં. જયારે ડાયરેકટ પમ્પિંગનાં કિસ્સાઓમાં પ્રત્યેક આસામી પાસેથી બબ્બે હજાર રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. તેમ કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યું છે.

(3:26 pm IST)