Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

માત્ર બીલ જનરેટ કરતી બોગસ પેઢીને ઝડપતી ડીજીજીઆઈ વિંગ રાજકોટની મારૂતિ સ્ટીલ પેઢીમાં સવા કરોડની રીકવરીઃ ખળભળાટ

૭ શહેરોમાં તપાસ બાદ જીએસટી ઈન્ટેલિજન્સ વિંગની કાર્યવાહીથી ફફડાટઃ વધુ તપાસ ચાલુ

રાજકોટ, તા. ૨૭ :. સીજીએસટીની ઈન્ટેલીજન્સ વિંગ દ્વારા રાજકોટમાં બોગસ કંપનીઓના નામે ચાલતી પેઢી ઉપર કાર્યવાહી હાથ ધરી સવા કરોડ રૂપિયાની રીકવરી કરતા ખળભળાટ મચી જવા પામેલ છે.

ભાવનગર અને કચ્છ સીજીએસટી કમિશ્નરેટ દ્વારા તાજેતરમાં ડીજીજીઆઈ રીજીયોનલ દ્વારા કરોડો રૂપિયાનું બોગસ ડીલીંગ ઝડપી પાડવામાં આવેલ છે. આ રીજીયોનલ વિંગના ૩૫ અધિકારીઓ પોલીસ કાફલા સાથે રાજકોટ, અમદાવાદ, ભાવનગર સહિત ૭ શહેરોમાં તપાસ હાથ ધરી હતી. રાજકોટમાં મારૂતિ સ્ટીલ નામની પેઢીમાં માત્ર બીલો જ દ્વારા કામગીરી ચાલતી હતી. જ્યારે તેની સામે કોઈ માલનુ ખરીદ-વેચાણ કે હેરફેર કરવામાં આવતી ન હોવાનું જાણવા મળ્યુ છે. આ પ્રકરણમાં જવાબદારની પૂછપરછ કરતા બીલ ઉપર ક્રેડીટ મેળવતા હોવાનુ માલૂમ પડતા રૂ. ૧ કરોડ ૨૫ લાખની રીકવરી કરવામાં આવી છે. આ મામલે હજી વધુ તપાસ ડીજીજીઆઈ વિંગ દ્વારા કરવામાં આવી છે.

(12:15 pm IST)