Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

BSNLનો ધમાકોઃ સરકારી કર્મચારીઓને પ૯૯માં આખુ વર્ષ ફ્રી કોલઃ કાલે રાજકોટમાં BSNL મેળો

BSNL મેળામાં ૪-જી ટેકનોલોજી-લેન્ડલાઇન-બ્રોડબેન્ડ-સહિતની માહિતી અપાશે

રાજકોટ તા. ર૭ : BSNL રાજકોટ તથા ટેલીકોમ રીક્રિએશન કલબ-રાજકોટ દ્વારા કાલે ગુરૂવારે સવારે ૧૦ થી ૧ ત્થા સાંજે પ થી ૮ દરમ્યાન પંચાયતનગર ચોક, યુનિવર્સિટી રોડ ખાતે લોકો માટે BSNL મેલાનું વિશાળ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં BSNL ની તમામ સેવાઓને લગતી માહિતી ૪જી ટેકનોલોજી, એમ. એન.પી. લેન્ડલાઇન  બ્રોડબેન્ડ વિવિધ પ્લાન ટેરીફ તથા તાજેતરમાં BSNL દ્વારા ઇન્ટરનેટ ટેલીફોન સર્વિસ 'વીંગ્સ'  દ્વારા સમગ્ર ભારતભરમાં અમર્યાદિત કોલ સીમકાર્ડ વિના તથા નેટવર્કના પોબ્લેમ વિના કરી શકાશે.

સરકારી, કર્મચારીઓ માટે ખાસ ઓફર કરી રૂ. પ૯૯ માં આખુ વર્ષ-ફ્રિ કોલ કોઇપણ નેટવર્કમાં મેળવી શકાશે BSNL ને લગતી તમામ માહિતી સીમકાર્ડ એકજ સ્થળેથી મેળવી શકાશે જેનો લાભ લેવા જાહેર જનતાને વિનંતી કરાઇ છે.

(11:58 am IST)