Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાજકોટ લોકસભા બેઠકનું કાલે જાહેરનામું: તંત્ર સાબદુ

મતદાન સમય સવારે ૭ થી સાંજે ૬: નવી કલેકટર કચેરીમાં કલેકટર અને હેડ કવાર્ટર-ARO એમ બે સ્થળે ફોર્મ ભરી શકાશેઃ સ્ટેટીસ્કસ સ્કવોડ-ચેકીંગ સ્કવોડ કાર્યરતઃ કુલ ૩૬ ચેક પોસ્ટઃ ર૦પ૦ મતદાન મથકો અને ૧૮ લાખ ૬પ હજાર મતદારોઃ જનરલ નિરિક્ષક પુનાથી ડો. રૂષીકેશ યાદવ કાલે આવશેઃ ખર્ચના નિરીક્ષક સુરેશ પેરીયા સ્વામી શનિવાર બાદ આવી પહોંચશેઃ મતદાન મથકો બહાર ૧૦૦ મીટરના પટ્ટા લગાવી દેવાયાઃ ૩૬૩ આચાર સંહિતાઃ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

રાજકોટ તા.૨૭: લોકસભા ચૂંટણીના પડધમ વાગી ચૂકયા છે, રાજકોટ લોકસભા બેઠકનું કાલે કલેકટરતંત્ર દ્વારા ચૂંટણી મતદાન પ્રક્રિયા-ફોર્મ ઉપાડ-ભરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, આ સાથે તંત્ર સાબદૂ બની ગયું છે.

કલેકટર કચેરીના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે નવી કલેકટર કચેરીમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તા તથા હડ કવાર્ટર એઆરઓ અને ડે. કલેકટર શ્રી પટેલ સમક્ષ એમ બે સ્થળેથી ફોર્મ મળી શકશે અને ભરી શકાશે, નોમીનેશન પ્રક્રિયા સમયેનો અલગથી સ્ટાફના ઓર્ડરો કલેકટર દ્વારા કરાયા છે.

મતદાન સમય અંગે માર્ગદર્શન મંગાતા, ચૂંટણી પંચે મતદાન સમય સવારે ૭ થી સાંજે ૬ સૂધીનો સમય રહેશે તેમ જાહેર કર્યું છે, લેખિત જાહેરાત કલેકટર તંત્ર દ્વારા દરેક રાજકીય પક્ષોને કાલે અપાશે.

કાલથી ફોર્મ ઉપાડ -ભરાવાની સાથે જ સ્ટેટીસ્કમ સ્કવોડ-ચેકિંગ્ સ્કવોડ કાર્યરત થઇ જશે, શહેર પોલીસ અને જિલ્લા પોલીસ એમ બંને દ્વારા કૂલ ૩૬ ચેક પોસ્ટ ઉભી કરી દેવાઇ છે.

રાજકોટ લોકસભા બેઠકમાં શહેર-જિલ્લામાં થઇને ૨૦૫૦ મતદાન મથકો અને ૧૮ લાખ ૬૫ હજાર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, મતદારોમાં તા. રપ સુધી આવી ગયેલા તમામ મતદારો હજુ ઉમેરાશે.

ચૂંટણી પંચે રાજકોટ લોકસભા બેઠક માટે બે નિરિક્ષકો જાહેર કર્યા છે, જનરલ ઓબર્ઝવરમાં પૂનાથી ડો. રૂષીકેશ યાદવ કાલે આવી રહ્યા છે, તો ખર્ચના નિરીક્ષક તરીકે રેવન્યુના શ્રી સુરેશ પેરીયા સ્વામી શનિવાર બાદ આવી પહોંચશે.

તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે, દરેક મતદાન મથકો બહાર ૧૦૦ મીટરના પટ્ટા લગાવી દેવાયા છે, મુક આચારસંહિતા ઉપરાંત કલેકટર કચેરીના પ્રથમમાળે કાલથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાશે.

  આગામી તા.૨૩/૪/૨૦૧૯ ના રોજ ૧૦-રાજકોટ સંસદીય બેઠક માટે લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ અન્વયે મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં હાલ તા. ૩૧/૧/૨૦૧૯ની નોંધકણી મુજબ કુલ ૧૮૬૫૭૧૦ મતદારો નોંધાયા છે, જેમા ૯૭૦૯૫૮ પુરૂષ મતદારો , ૮૯૪૭૩૬ મહિલા મતદારો તથા ૧૬ થર્ડ જેન્ડર મતદારોનો સમાવેશ થાય છે.

૧૦-રાજકોટ સંસદિય મતદાર વિભાગમાં કુલ ૮ વિધાનસભા મતદાર વિભાગોનો સમાવેશ થાય છે. આમ વિધાનસભા મતદાર વિભાગ મુજબ જોઇએ તો ૬૬-ટંકારા વિધાનસભા મતદાર વિભાગમાં ૧૧૯૦૧૬ પુરૂષ મતદારો, ૧૧૧૨૮૬ મહિલા મતદારો તથા ૨ થર્ડ જેન્ડર મતદારો મળી કુલ ૨૩૦૩૦૪ મતદારોનો સમાવેશ થાય છે. ૬૭-વાંકાનેર વિધાનસભા મતદાર વિભાગમાં ૧૩૧૪૩૯ પુરૂષ મતદારો, ૧૨૦૭૯૯ મહિલા મતદારો તથા ૨ થર્ડ જેન્ડર મતદારો મળી કુલ ૨૫૨૨૭૪ મતદારોનો સમાવેશ થાય છે, રાજકોટ પૂર્વ વિધાનસભા મતદાર વિભાગમાં ૧૪૧૪૨૫ પુરૂષ મતદારો, ૧૨૫૯૭૩ માહિલા મતદારો તથા ૧ થર્ડ જેન્ડેર મતદારો મળીકુલ ૨૩૭૩૬૯ મતદારોનો સમાવેશ થાય છે. ૬૯-રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતદાર વિભાગમાં ૧૬૫૨૩૭ પુરૂષ મતદારો, ૧૫૯૨૪૭ મહિલા મતદારો તથા ૪ થર્ડ જેન્ડર મતદારો મળીકુલ ૩૨૪૪૮૮ મતદારોનો સમાવેશ થાય છે. ૭૦-રાજકોટ દક્ષિણ  વિધાનસભા મતદાર વિભાગમાં ૧૨૬૪૩૫ પુરૂષ મતદારો, ૧૧૯૧૧૬ મહિલા મતદારો તથા ૪ થર્ડ જેન્ડર મતદારો મળી કુલ ૨૪૫૫૫૫ મતદારોનો સમાવેશ થાય છે. ૭૨-રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મતદાર વિભાગમાં ૧૬૪૩૭૫ પુરૂષ મતદારો, ૧૪૭૮૦૭ મહિલા મતદારો તથા ૨ થર્ડ જેન્ડર મતદારો મળી કુલ ૩૧૨૧૮૪ મતદારોનો સમાવેશ થાય છે, જયારે ૭૨-જસદણ વિધાનસભા મતદાર વિભાગમાં ૧૨૨૯૩૧ પુરૂષ મતદારો ૧૧૦૬૦૪ મહિલા મતદારો તથા ૧ થર્ડ જેન્ડર મતદારો મળી કુલ ૨૩૩૫૩૬ મતદારોનો સમાવેશ થાય છે, આમ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં કુલ ૧૮૬૫૭૧૦ મતદારોનો સમાવેશ થાય છેે. 

રાજકોટ લોકસભા મતવિસ્તારમાં મતદારોની વિગત

મતદાર વિભાગનું  નામ અને નંબર

પુરૂષ

સ્ત્રી

અન્ય

કુલ

૬૬-ટંકારા

૧૧૯૦૧૬

૧૧૧ર૮૬

ર૩૦૩૦૪

૬૭-વાંકાનેર

 ૧૩૧પ૩૯

 ૧ર૦૭૩૩

રપરર૭૪

૬૮-રાજકોટ પૂર્વ

 ૧૪૧૪રપ

 ૧રપ૯૪૩

ર૬૭૩૬૯

૬૯-રાજકોટ પશ્ચિમ

 ૧૬પર૩૭

 ૧પ૯ર૪૭

૩ર૪૪૮૮

૭૦-રાજકોટ દક્ષિણ

 ૧ર૬૪૩પ

 ૧૧૯૧૧૬

ર૪પપપપ

૭૧-રાજકોટ ગ્રામ્ય અ.જા.

 ૧૬૪૩૭પ

 ૧૪૭૮૦૭

૩૧ર૧૮૪

૭ર-જસદણ

 ૧રર૯૩૧

 ૧૧૦૬૦૪

ર૩૩પ૩૬

કુલ

૯૭૦૯પ૮

૮૯૪૭૩૬

૧૬

ર૩૩પ૩૬

 

પ્રદેશ કોંગ્રેસે તૈયારી કરેલ પેનલનું લીસ્ટ

લોકસભા બેઠક 

પેનલમાં રહેલા ઉમેદવારોના નામ

મહેસાણા

એ.જે. પટેલ, ડો. રાજેશ પટેલ

બનાસકાંઠા

ગોવા રબારી, દિનેશ ગઢવી

પાટણ

જગદીશ ઠાકોર

સાબરકાંઠા

રાજેન્દ્રસિંહ ઠાકોર, રાજેન્દ્રસિંહ કુંપાવત

અમદાવાદ પૂર્વ

રોહન ગુપ્તા, હિંમતસિંહ પટેલ

સુરેન્દ્રનગર

સોમાભાઇ પટેલ, ઋત્વિજ મકવાણા

જૂનાગઢ

પૂંજાભાઇ વંશ, વિમલ ચુડાસમા

અમરેલી

જે.વી. કાકડીયા, સુરેશ કોટડીયા

ખેડા

કાળુસિંહ ડાભી, બિમલ શાહ

પંચમહાલ

જે.વી. ખાંટ, હીરાભાઇ પટેલ

દાહોદ

ભાવેશ કટારા, ચંદ્રિકાબેન બારિયા

બારડોલી

તુષાર ચૌધરી, અજય ગામિત

સુરત

અશોક અધેવડા, ઘનશ્યામ લાખાણી

વલસાડ

જીતુ ચૌધરી, કિશન પટેલ

(11:57 am IST)