Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ :રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહીત સૌરાષ્ટ્રના અનેક કોંગી આગેવાનો ભાજપમાં જોડાયા

રાજકોટ : રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ  પડ્યું છે કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં ભાજપે વધુ એક ઝાટકાની તૈયારીને આખરી ઓપ આપ્યો છે. કોંગીના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નિલેષ વિરાણી સહિત સૌરાષ્ટ્રના અનેક કોંગી આગેવાનો જિલ્લા પંચાયતના સદસ્યો આજે  મોડી સાંજે ભાજપમાં જોડાયા હતા

        ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં કેસરિયો ખેસ પહેયો હતો  ભાજપે જિલ્લા પંચાયતમાં સત્તાપલ્ટાના ઇરાદા સાથે ખેલ પાડયો છે. અગાઉ જસદણની પેટાચૂંટણી વખતે ભાજપમાં જોડાયેલા સભ્યોને આજે ફરીથી ખેસ પહેરાવ્યો હતો

   રાજકોટ જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ નિલેશ વિરાણી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા છેણ

પુર્વ પ્રમુખ નિલેશ વિરાણી રેખાબેન પટોડીયા સહિત ભાજપમાં જોડાયા, કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભુ  અને પરસોતમ રૂપાલની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા

 

(11:22 pm IST)