Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

ભૂગર્ભ ગટરની સફાઇમાં ધાંધિયાઃ ત્રણ મહિનામાં ૬પ૦૦ ફરિયાદો

કચરો નહી ઉપાડવાની રર૦૦ ત્થા ગેરકાયદે મોબાઇલ ટાવરો અને ગેરકાયદે બાંધકામોની ૧૪૦ થી વધુ ફરિયાદો કોર્પોરેશનના કન્ટ્રોલ રૂમમાં નોંધાઇ

રાજકોટ, તા. ૨૬ :. મ્યુ. કોર્પોરેશનની સફાઈમાં બેદરકારીના કિસ્સા અવારનવાર લોકો સમક્ષ આવી રહ્યા છે. ભૂગર્ભ ગટરની સફાઈ માટે કોર્પોરેટરોએ આંદોલન પર ઉતરવુ પડયુ હોવાના દાખલાઓ પણ છે ત્યારે ભૂગર્ભ ગટર સંબંધી ફરીયાદોનો ધોધ હજુ પણ યથાવત છે. છેલ્લા ૩ મહિનામાં એટલે કે તા. ૧-૧-૧૯થી ૨૩-૩-૧૯ સુધીમાં ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી હોવાની ૬૦૦૦થી વધુ ફરીયાદ નોંધાઈ છે. આ જ પ્રકારે પાણીની પાઈપ લાઈન લીકેજ, સ્ટ્રીટ લાઈટ બંધ, ગેરકાયદે બાંધકામ, ગેરકાયદે મોબાઈલ ટાવર વગેરે જેવી ફરીયાદો પણ કોર્પોરેશનના ચોપડે નોંધાઈ છે.

આ અંગે કોર્પોરેશનના કોલ સેન્ટરમાં ૧-૧-૧૯થી ૨૩-૩-૧૯ સુધીમાં નોંધાયેલી વિવિધ પ્રકારની ફરીયાદોની યાદી મુજબ આ ત્રણ મહિનામાં ભૂગર્ભ ગટર ઉભરાતી હોવાની ૬૫૮૧ ફરીયાદો નોંધાઈ હતી. જેમાંથી ૬૧૩૯નો નિકાલ થઈ ગયો હતો. બાકીની ફરીયાદ પેન્ડીંગ છે. આ ઉપરાંત શહેરમાં ભૂતિયા ભૂગર્ભ ગટર કનેકશનની ૧૪ ફરીયાદો નોંધાઈ હતી. ગેરકાયદે બાંધકામોની ૧૩૯ અને ગેરકાયદે મોબાઈલ ટાવરની ૪ ફરીયાદ નોંધાઈ હતી. વોંકળામાં ગંદકીની ૭૧ ફરીયાદો નોંધાઈ હતી. જ્યાં ત્યાં કચરો ફેંકવાની ૫૧૦૦ ફરીયાદ નોંધાઈ હતી. મચ્છરની ઉપદ્રવની ૮૪ ફરીયાદો નોંધાઈ હતી.

પાણીના ધાંધીયા...

જ્યારે પાણી વિતરણ સંબંધી ૫૪૬૯ ફરીયાદો નોંધાયેલ જેમાં પાણી નહિ મળતી હોવાની ૧૨૬૩, ઓછા ફોર્સથી પાણી વિતરણની ૧૦૪૨, પાઈપલાઈન લીકેજ ૧૮૧૩, ગંદા પાણીની ૭૮૭, ઈલેકટ્રીક મોટરથી પાણી ચોરીની ૨૦૧, ભૂતિયા નળ કનેકશન ૨૭ તથા મોડુ પાણી મળવાની ૭૭ વગેરે ફરીયાદોનો સમાવેશ થાય છે.(૨-

(3:26 pm IST)