Gujarati News

Gujarati News

News of Tuesday, 27th February 2024

જમાઇએ આપઘાત કરી લેતાં દિકરીના ઘરે આવેલા શાંતિબેનનું બેભાન હાલતમાં મોત

અમદાવાદના મહિલા કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળે રહેતી દિકરીના ઘરે રોકાયા'તા

રાજકોટ તા. ૨૭: રાજકોટ રહેતાં જમાઇએ આપઘાત કરી લેતાં પખવાડીયા પહેલા અમદાવાદથી રાજકોટ દિકરીના ઘરે આવેલા મહિલાનું બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ અમદાવાદ રહેતાં શાંતિબેન રાજુભાઇ સોની-નેપાળી (ઉ.વ.૪૮) સાંજે કાલાવડ રોડ લક્ષ્મીના ઢોળા પાસે સરકારી શાળા નજીક રહેતી દિકરી શોભાબેનના ઘરે હતાં ત્‍યારે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. તેના જમાઇ અશોકભાઇએ પખવાડીયા પહેલા ઝાડમાં લટકીને આપઘાત કરી લીધો હતો. આ કારણે શાંતિબેન દિકરી શોભાબેનના ઘરે અંતિમવિધીમાં હાજર થવા આવ્‍યા બાદ અહિ જ રોકાયા હતાં. ગત સાંજે એકાએક બેભાન થઇ ગયા બાદ મોત થયું હતું. તેમને શ્વાસની અને બ્‍લડપ્રેશરની બિમારી હોવાનું જણાવાયું હતું. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ધર્મેન્‍દ્રભાઇ હુદડે જાણ કરતાં તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી.

(12:10 pm IST)