Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

રાજકોટ જિલ્લા પંચાયતની-૬ અને તાલુકા પંચાયતની-૨૨ બેઠકો માટે ૯૭ ગામડામાં રૂટો રવાના : આ તમામ બેઠકની મતગણત્રી વીરાણીમાં

કુલ ૧૬૮ - મતદાન મથકો : ૯૩૨નો સ્ટાફ : કુલ ૨૨ રૂટો : 'અકિલા'ને વિગતો આપતા R.O. પુજા બાવડા

રાજકોટ જિલ્લા પંચાયતની ૬ અને તાલુકા પંચાયતની-૨૨ બેઠકો અંગે વીરાણી હાઇસ્કુલ ખાતેથી સવારે ૧૧ વાગ્યાથી સ્ટાફ રવાના થયો તે અંગે તથા મતદાનના દર બે કલાકના આંકડા માટે કન્ટ્રોલ રૂમ અને મતગણત્રી અંગે હોલ તૈયાર થઇ રહ્યો છે તે તથા તસ્વીરમાં આર.ઓ. પૂજા બાવડા અને તેમની ટીમના હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, નિલેશ ધ્રુવ દ્વારા ફાઇનલ તૈયારીઓ કરાઇ તે નજરે પડે છે.

રાજકોટ તા. ૨૭ : રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતની ચૂંટણી અંગે જિલ્લાભરમાંથી સ્ટાફ જે તે બૂથ ઉપર રવાના થઇ રહ્યો છે, રાજકોટ તાલુકાની જિલ્લાની ૬ બેઠકો અને તાલુકા પંચાયતની કુલ ૨૨ બેઠકો માટે રાજકોટમાંથી એકમાત્ર વિરાણી હાઇસ્કુલ ખાતેથી રીર્ટનીંગ ઓફિસર શ્રી પૂજા બાવડા, એઆરઓ શ્રી પી.સી.પરમાર (ટીડીઓ), મામલતદાર શ્રી કથીરિયા તથા સ્ટાફ દ્વારા રૂટો રવાના કરાયા હતા.

આ અંગે 'અકિલા'ને વિગતો આપતા ડીએસઓ અને આર.ઓ.શ્રી પૂજા બાવડાએ જણાવ્યું હતું કે, જિલ્લા - તાલુકા પંચાયતમાં કુલ ૧૬૮ મતદાન મથકો અને ૯૩૨નો સ્ટાફ રહેશે, રાજકોટ તાલુકાના ૯૭ ગામડામાં બૂથો બનાવાયા છે અને કુલ ૨૨ રૂટના ઝોનલ ઓફિસરો દ્વારા રૂટો રવાના થઇ ગયા છે.

તેમણે જણાવેલ કે, જિલ્લા પંચાયતની બેડલા, બેડી, કુવાડવા, આણંદપર, સરધાર, કસ્તુરબાધામ બેઠક રહેશે. જ્યારે તાલુકા પંચાયતની ૨૨ બેઠકોમાં આણંદપર-૧, આણંદપર-૨, માલીયાસણ, ખેરડી, બેડી, ગૌરીદડ, પરાપીપળીયા, બેડલા, પારેવડા, બામણબોર, કસ્તુરબાધામ, કાળીપાટ, ગઢડા, લોધીડા, કુવાડવા, સણોસરા, કોઠારીયા - ટંકારા, જીયાણા, સરધાર, હલેન્ડા, ખારચીયા, ભૂપગઢનો સમાવેશ થાય છે. ઉપરોકત તમામ બેઠકોની મતગણત્રી પણ વિરાણી હાઇસ્કુલ ખાતે તા. ૨ના રોજ થશે અને મતદાનના આંકડા પણ દર બે કલાકે મળતા રહેશે તે પ્રકારે વ્યવસ્થા કરાઇ છે.

દરમિયાન આ ચૂંટણી સંદર્ભે સ્ટાફના સર્વશ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા, નીલેશ ધ્રુવ, રૈયાણીભાઇ, દેકાવાડીયા, પવન પટેલ, ધીરેન પુરોહિત, મહેન્દ્રસિંહ જાડેજા, વિજય વસાણી વિગેરે ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે.

(2:46 pm IST)