Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

નયા ગુજરાતનું સ્વપ્ન સાકાર કરતુ સર્વોતમ બજેટ : ભંડેરી-ભારદ્વાજ -મિરાણી

રાજકોટ, તા. ર૭ :  ગુજરાત ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે રાહતલક્ષી બજેટને આવકારતા જણાવ્યું હતું કે ભાજપા સરકારનું આ બજેટ ગુજરાતની જનતા માટે રાહત રૂપ બનશે. આ બજેટમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વેપાર ઉદ્યોગ સહિતનાને લક્ષમાં રાખીને રજૂ કરેલ હોવાથી ગુજરાતની જનતાની આશા અને અપેક્ષાઓ પૂર્ણ થશે ત્યારે દરેક વ્યકિતને તમામ પ્રકારની તકો મળી રહે તે માટે ગુજરાત સરકાર કટિબધ્ધ છે. તેથી આ વખતના બજેટમાં ગુજરાતને ઉતમથી સર્વોતમ તરફ લઇ જવાના ધ્યેય સાથે શિક્ષણ, આરોગ્ય, કૃષિ, પશુપાલન, જળ વ્યવસ્થાપન, ગ્રામ અને શહેરી વિકાસ, સામાજિક વિકાસ જેવા ક્ષેત્રો પર ભાર મુકાયો છે.

યુવાઓ, મહિલાઓ, ખેડૂતો, વયસ્કોની સુખ-સગવડતા વધારતા આ બજેટમાં 'નયા ગુજરાત'ના સ્વપ્તને સાકાર કરવા પ્રયાસ થયો હોવાનું બજેટથી ગુજરાતની ગતિ અને પ્રગતિને વેગ મળશે એવો આશાવાદ વ્યકત કર્યો હતો. અંતમાં શ્રી ભંડેરી અને શ્રી ભારદ્વાજે જણાયું છે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ સહિતના ભાજપ અગ્રણીઓએ રાજયની પારદર્શક, સંવેદનશીલ, નિર્ણાયક અને પ્રગતિશીલ સરકારના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી ભાજપા સરકારના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નિતીનભાઇ પટેલે રજુ કેરલ વર્ષ ર૦ર૦-ર૧ના રૂ. ર,૧૭,ર૮૭ કરોડની પુરાંતવાળુ અને રાહતલક્ષી બજેટને આવકારતા જણાયું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વાળી કેન્દ્ર સરકાર દેશનો સર્વાંગિ વિકાસ થાય તે માટે પ્રયાસો હાથ ધરાયા છે. બજેટમાં લોકોને સ્પર્શતી વિવિધ સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. ખાસ કરી આ બજેટમાં દલિતો, શોષીતો, પીડીતો, કૃષિ યુવાનો, મહિલાઓને સીધા લાભ મળે તેવી અનેક જોગવાઇઓ આ બજેટમાં કરવામાં આવેલ હોય એકંંદરે સર્વોત્તમ બજેટ હોવાની ખુશી વ્યકત કરી છે.

(4:25 pm IST)