Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

અનેકતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની મુળભૂત ઓળખ : શીલા કાકડે

રાજયભરની યુનિવર્સિટીઓમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાશે : ભાવનાબેન જોષીપુરા : ગૃહ વિભાગના રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્દભાવ પ્રતિષ્ઠાન અને અખિલ હિન્દ મહિલા પરિષદનો રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ

રાજકોટ : કેન્દ્રીય ગૃહ વિભાગ અંતર્ગતના રાષ્ટ્રીય સાપ્રદાયિક સદભાવ પ્રતિષ્ઠાન દ્વારા પ્રેરિત અને અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા આયોજીત રાષ્ટ્રીય એકાત્મતાના સદર્ભમા સામુહિક સામાજીક પ્રયત્નોના કેન્દ્રવર્તી વિચાર સાથે આયોજીત રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં રાષ્ટ્રીય એકાત્મતાના સંદર્ભમા સમાજ જીવનના પ્રત્યેક વર્ગને સાકળી લઈ અને 'અનેકતામા એકતા' ના મંત્રને સાર્થક કરવા માટેની સકલ્પના વ્યકત કરવામા આવી હતી.

રાજકોટ ખાતે સામાજીક સસ્થાના પ્રતિનિધિઓ, સંશોધકો, પ્રાધ્યાપકો અને સામાજીક અગ્રણિઓ તેમજ વિવિધ શ્રદ્ધા કેન્દ્રોના અગ્રણિઓની ઉપસ્થિતિમાં આયોજીત ગરીમાપૂર્ણ ઉદ્દઘાટન સમારોહના અધ્યક્ષ સ્થાને અખિલ હિન્દ મહિલા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શીલા કાકડે ઉપસ્થિત રહેલ. રાષ્ટ્રીય પરિષદનુ ઉદ્દઘાટન રામકૃષ્ણ આશ્રમના અધ્યક્ષ શ્રી નિખિલેશ્વરાનદજીની નીશ્રામા ભકત કવિ નરસિંહ મહેતા યુનિવસિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર યુનિવસિર્ટીના સિન્ડીકેટ સભ્ય શ્રી નેહલભાઈ શુકલ, રાષ્ટ્રીય મેમ્બર ઈન્ચાર્જ ડો. મજુ કાક તેમજ ઉપકુલપતિશ્રી ડો. વિજય દેસાણી તથા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવના જોશીપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેલ.

દેશમા હૈદ્રાબાદ, લખનૌ અને રાજકોટ એમ ત્રણ સ્થાનો ઉપર આયોજીત આ સેમિનારનો આ પ્રથમ માળખુ રાજકોટ ખાતે આયોજીત કરવામા આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે રાજકોટના પ્રમુખ ડો. ભાવના જોશીપુરા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવતા પરિષદના નેતૃત્વએ પ્રથમ કાર્યક્રમ રાજકોટ ખાતે કરવાનો નિર્ણય કર્યો હતો.

રાષ્ટ્રીય ગુરૂસીંગ સભાના અધ્યક્ષ મેજર જલમીતસીંગ ધીલ્લોન, બીશપ હાઉસના ફાધર જેમ્સ, આગાખાન સમાજના યુવા ચિંતક શ્રી સલીમ તેજાણી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. સંજીવ ઓઝા, નરસિંહ મહેતા યુનિવસિર્ટીના કુલપતિ ડો. ચેતન ત્રિવેદી, ડો. ભરત મણીયાર, ડો. ભરત રામાનુજ, ડો. નેહલ શુકલ, રોટરી પ્રેસીડન્શીયલ કેડરના ડો. બાનુબેન ધકાણ સહિતનાએ વિવિધ સૂત્રોમા વિચાર વ્યકત કર્યા હતા.

અધ્યક્ષીય ઉદબોધનમા શ્રીમતી શીલા કાકડેએ જણાવ્યુ હતુ કે, અનેકતામા એકતા એ સાચા અર્થમા ભારતની વિશેષતા છે એટલુ જ નહી પરંતુ મૂળભૂત રીતે આપણી સંસ્કૃતિ સામાજીક સદભાવને પ્રેરક છે, દેશમા ભાષાની કે ભાષાની વૈવિધ્યતા છે પરત સંસ્કૃતિના આધાર ઉપર એકતા કાયમ રહી છે એટલુ જ નહી પરંતુ પૂર્વાચલથી લઈ અને કચ્છ સુધી સંસ્કૃતિ એ સૌને એક તાતણે બાંધી રાખ્યા છે. અખિલ હિન્દ મહિલા પરિષદ દેશનુ સોથી જૂન અને વિશાળ મહિલા સગઠન છે અને સવિશેષ રીતે સામાજીક સંગઠન તરીકે દેશભરમાં કાર્યરત છે, રાજકોટ જેવા જાગૃત શહેરની એકતા એ સાચા અર્થમાં ઉદાહરણરૂપ છે. રાષ્ટ્રીય કક્ષાએ પરિષદના માધ્યમથી પ્રત્યેક રાજયોમા આ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરવામા આવનાર છે.

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનદજીએ જણાવ્યુ હતુ કે, અનેકતા મા એકતાનો મહામંત્ર સ્વામી વિવેકાનદજી એ આપ્યો છે, સ્વામીજી એ આ દેશની ભાતીગળ સંસ્કૃતિને આત્મસાત કરી અને ઉન્નત સમાજ માટેની કલ્પના કરી છે. સનાતન સંસ્કૃતિ અને વેદિક સંસ્કૃતિમા પૂજા પદ્ધતિ કે શ્રદ્ધા સ્થાનો અલગ હશે. પરંતુ પરમ તત્વ એક જ છે તે બાબત શિકાગો ધર્મ પરિષદમા ઘોષિત કરી હતી અને આપણા યુવાનોના આદર્શ સ્વામી વિવેકાનંદ દ્વારા પ્રયોજાયેલો બોધ આજે પણ એટલો જ પ્રસ્તૃત છે.

કાર્યક્રમના મુખ્ય સવાહક મહિલા પરિષદના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડો. ભાવના જોશીપુરાએ જણાવ્યુ હત કે, રાજકોટ ગુજરાતનુ એ સદભાગ્ય છે કે આ મહત્વપૂર્ણ પરિસંવાદની શરૂઆત રાજકોટથી થઈ રહેલ છે, આજે સમાજજીવનના વિવિધ વર્ગોમાથી તેમજ વિવિધ સપ્રદાયના ચિંતકોના વિચારો અત્રે વ્યકત થયા છે અને સવિશેષ રીતે શિક્ષણના માધ્યમથી સામાજીક પ્રશિક્ષણની સંકલ્પના સાકાર કરવાનો આ એક વિશેષ પ્રયત્ન છે, કેન્દ્રના ગૃહ વિભાગ અંતર્ગતની આ સંસ્થા દ્વારા ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓમા કાર્યક્રમો આયોજીત કરવા ખાસ રૂચિ દાખવવામાં આવેલ છે અને તે તત્વાધાનમા રાજયભરની યુનિવર્સિટીઓમાં આ પ્રકારના કાર્યક્રમો આયોજીત કરાશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત ડો. ભાવના જોશીપુરાએ કરી હતી.

આ પ્રસંગે કાયદા ભવનના અધ્યક્ષ ડો. ભરતભાઈ મણીયાર, કાયદાવિદ્યા શાખાના ડીનશ્રી મયૂરસિંહજી જાડેજા, માનવ અધિકાર ભવનના અધ્યક્ષ રાજેશભાઈ દવે, રાજકોટની સરકારી લો કોલેજના પ્રાચાર્ય ડો. મીનળબેન રાવલ, શૈક્ષણિક સંઘના પ્રમુખ પ્રોફે. કમલભાઈ મહેતા, કાયદા ભવનના ડો. આનદભાઈ ચૌહાણ, અર્થ શાસ્ત્ર ભવનના અધ્યક્ષ શ્રી નવિન શાહ, સમાજકાયના રમેશભાઈ વાઘાણી, હોમસાયન્સ ડિપાટમેન્ટના અધ્યક્ષ નીલાબરીબેન દવે, શ્રી મહેશભાઈ ચોહાણ, જામનગરના હિમાશુભાઈ ગલાણી આ પ્રસગે પરિષદના મંત્રી પ્રવિણાબેન જોશી, કોષાધ્યક્ષ આશાબેન મદલાણી, ઉષાબા જાડેજા, ધારાબેન ઠાકર, પૂર્વી સોનીજી, પાધી કોલેજના ગોવિંદ વેકરીયા, શબનમ ઠેબા સહિત ઉપસ્થિત રહેલ.

રાષ્ટ્રીય એકાત્મતાના સંદર્ભમા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામા આવેલ પોસ્ટર પ્રદર્શનનુ પણ આ પ્રસગે આયોજન કરવામા આવ્યુ હતુ અને વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા સંદર્ભ શ્રેષ્ઠ સંદેશાઓ આપતા પોસ્ટર તૈયાર કરેલા હતા. રાજકોટની સરકારી લો કોલેજના વિદ્યાથીઓ દ્વારા રાષ્ટ્રીય એકાત્મતા સંદર્ભેની નાટીકા તેમજ કણસાગરા સમાજકાર્ય ભવન દ્વારા સદર નૃત્ય નાટિકા રજૂ કરી હતી.

(4:24 pm IST)
  • શેરબજાર 'કોરોનાગ્રસ્ત': નીફટી ૧૧૬૦૦ની અંદરઃ સતત પાંચમા દિવસે કડાકો અનેક દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે વિદેશી બજારો તુટતા તેની અસર મુંબઇ શેરબજાર ઉપરઃ ર.૧પ કલાકે સેન્સેકસ ર૬૭ પોઇન્ટ ઘટીને ૩૯૬ર૧ અને નીફટી ૮૭ પોઇન્ટ ઘટીને ૧૧પ૯૦: સતત પાંચમા દિવસે શેરબજાર તુટતા રોકાણકારો સ્તબ્ધઃ બેંક, આઇટી, અને ટેકનોલોજીના શેર્સ તુટયા access_time 3:43 pm IST

  • ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ વધુ એક દિવસ બંધ રાખવામાં આવી છે હવે ૨૭ ફેબ્રુઆરીએ રાત્રે બાર વાગે પુન: સ્થાપિત થશે access_time 11:00 pm IST

  • કૃમિની નાબૂદી માટે કચ્છમાં અભિયાન:કચ્છમાં બાળકોને અપાઈ કૃમિનાશક ગોળી:૬.૩૩ લાખ બાળકોને તારવાયા અલગ: શાળા,આંગણવાડીઓમાં અપાઈ ગોળીઓ access_time 9:50 pm IST