Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

રવિવારે ગુર્જર પ્રજાપતિ સમાજના સમૂહલગ્ન : ૧૩ નવયુગલોના પ્રભુતામાં પગલા : રકતદાન કેમ્પ

સતાધારના મહંત પૂ. વિજયબાપુ સહિતના સંતો - મહંતો આર્શીવચન પાઠવશે : મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરીયાવરમાં દીકરીઓને ૮૦થી વધુ વસ્તુઓ અપાશે

રાજકોટ, તા. ૨૭ : ગુર્જર પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ - રાજકોટ દ્વારા તા. ૧ માર્ચના રવિવારના રોજ ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ગુર્જર પ્રજાપતિ સમાજના લગ્નોત્સવમાં ૧૩ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. નવદંપતિઓને આર્શીવચન પાઠવવા માટે સતાધારના મહંત પ.પૂ. વિજયબાપુ, પીપળીયાધામના મહંત પ.પૂ. બ્રહ્મનિષ્ઠ વાસુદેવ મહારાજ, નકળંગધામના મહંત પ.પૂ. અભેદાનંદબાપુ ચરાડવાના ઉપસ્થિત રહેનાર છે.

સમૂહલગ્ન સમારોહમાં દલસુખભાઈ પ્રજાપતિ - ચેરમેન શ્રી માટીકામ કલા બોર્ડ - ગાંધીનગર, કુ.નીતાબેન વસવેલીયા - સીનીયર સિવિલ જજશ્રી - રાજકોટ,  એચ.બી.જોટાણીયા - સીનીયર સિવિલ જજશ્રી - રાજકોટ, ગોવિંદભાઈ પટેલ - ધારાસભ્ય, અરવિંદભાઈ રૈયાણી - ધારાસભ્ય, શ્રીમતી બીનાબેન આચાર્ય - મેયર, નરેશભાઈ પ્રજાપતિ - અમદાવાદ, ડો.જયરામ પ્રજાપતિ - કાર્ડીયોસર્જન ક્રાઈસ્ટ હોસ્પિટલ, શ્રીમતી અંજલીબેન રૂપાણી - પ્રભારી મહિલા મોરચો - ગુજરાત, નીતિનભાઈ ભારદ્વાજ - ભાજપ અગ્રણી ઉદયભાઈ કાનગડ - ચેરમેન સ્ટેન્ડીંગ કમીટી, અશ્વિનભાઈ મોલીયા - ડેપ્યુટી મેયર, ધનસુખભાઈ ભંડેરી - ચેરમેન, ગુ.મ્યુ.ફા.બોર્ડ, મયુર પી. ખોખર - ગુજરાત પ્રદેશ મંત્રી (એનએસયુઆઇ), અભયભાઈ ભારદ્વાજ - મેમ્બર લો કમિશન ભારત સરકાર, નવીનભાઈ ઠક્કર - પ્રિન્સીપાલ ચૌધરી હાઈસ્કુલ, શ્રીમતી અંજનાબેન મોરઝરીયા, ચેરમેન બાગબગીચા, મનોહરસિંહજી જાડેજા - ડેપ્યુટી પોલીસ કમિશ્નર - રાજકોટ, બી.જી. પ્રજાપતિ - ડે.મ્યુનિ. કમિશ્નર - રાજકોટ ડો.દિનેશભાઈ ચૌહાણ - યશ હોસ્પિટલ તથા સૌરાષ્ટ્રના જીલ્લા અને તાલુકા સમસ્ત ગુર્જર પ્રજાપતિ સમાજના પ્રમુખો અને સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

પ્રભુતામાં પગલા પાડનાર દીકરીઓને સમાજના દાતા પરીવાર તરફથી કબાટ, સેટી, પલંગ, ગાદલુ, ફ્રીઝ સમૂહલગ્નની સાથોસાથ સિવિલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આયોજનમાં રાજકોટ ગુર્જર પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ રમેશભાઈ સોરઠીયા (મો.૯૦૯૯૯ ૨૬૯૬૬), મંત્રી બળવંત હળવદીયા (મો.૯૪૨૬૨ ૪૦૨૩૪), ઉપપ્રમુખ વિનુભાઈ કોશીયા અને ટ્રસ્ટી પ્રમુખ ઈશ્વરભાઈ ઘાટલીયા વિ. જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

 

(4:22 pm IST)