Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

પોપટપરા નાલા પાસેથી દારૂ પી કાર હંકારતો તેજસ સોલંકી પકડાયો

રાજકોટ, તા. ૨૭ :. શહેરના પોપટપરા નાલા પાસેથી દારૂ પી કાર લઈને નિકળેલા શખ્સને પ્ર.નગર પોલીસે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ પ્રદ્યુમનનગર પોલીસ મથકના પીઆઈ બી.એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. અરવિંદભાઈ તથા જયેન્દ્રસિંહ સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે પોપટપરા નાલા પાસેથી દારૂ પી જીજે ૩ડીજી ૧૬૫૪ નંબરની આઈ-૧૦ કાર લઈને નિકળેલા તેજસ ભરતભાઈ સોલંકી (ઉ.વ. ૨૫) (રહે. ગોંડલ શ્યામવાડી ચોકમાં નંદકુંવરબા જનાના હોસ્પીટલ કવાર્ટર નં. ૧)ને પકડી લીધો હતો.

હરીઓમ પાર્કમાં દારૂની ૬ બોટલ સાથે લખન ઝબ્બે

આજી ડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એમ.ડી. પરમાર તથા ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત પેટ્રોલીંગમા હતા ત્યારે બાતમીના આધારે ખોખડદળ નદીના કાંઠે જડેશ્વર હરીઓમ પાર્ક શેરી નં. ૧મા એક મકાનમાં દરોડો પાડી દારૂની ૬ બોટલ સાથે લખન અશોકભાઈ પંડયા (ઉ.વ. ૩૨) (રહે. હરીઓમ પાર્ક-૧)ને પકડી લીધો હતો.

દારૂ પી બાઈક  હંકારતો શખ્સ ઝબ્બે

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ. ભટ્ટ સહિતે પેટ્રોલીંગ દરમિયાન હનુમાન મઢી ચોક છોટુનગર કોમ્યુનીટી હોલ પાસેથી દારૂ પી જીજે ૩ઈપી ૭૫૯૪ નંબરનું બાઈક લઈને નિકળેલા વિજય ઉર્ફે શંભુ રાજુભાઈ વઢવાણીયા (ઉ.વ.૨૦) (રહે. રૈયાધાર મફતીયાપરા)ને પકડી લીધો હતો.

(4:02 pm IST)