Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

કે.કે.વી હોલ પાસેથી દારૂની ૧૮ બોટલ અને ૭૨ ચપલા સાથે અલ્તાફ ઉર્ફે ભાયો પકડાયો

ગાંધીગ્રામ પોલીસના કોન્સ ગોપાલભાઇ, દિગ્વીજયસિંહ અને દિવ્યરાજસિંહની બાતમી

રાજકોટ,તા.૨૭: કાલાવડ રોડ કે.કે.વી હોલ પાસે જી.ટી.શેઠની સ્કુલની સામ ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૧૮ બોટલ અને ૭૨ ચપલા સાથે મુસ્લીમ શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી.કે દીયોરાની સુચનાથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.એમ.ભટ્ટ હેડ કોન્સ ખોડુભા જાડેજા, હાર્દિકસિંહ પરમાર, ગોપાલભાઇ પાટીલ, વનરાજભાઇ લાવડીયા, કનુભાઇ બસીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ તથા અમીનભાઇ કરગથરા સહિત પેટ્રોલીંયમાં હતા ત્યારે કોન્સ. ગોપાલભાઇ, દિગ્વીજયસિંહ અને દિવ્યરાજસિંહને મળેલી બાતમીના આધારે દોઢ સોફૂટ રોડ પર કે.કે.વી હોલ જી.એસટી શેડ સ્કૂલની સામેથી પસાર

થતા અલ્તાફ ઉર્ફે ભાયો ઇકબાલભાઇ બેલીમ (ઉવ.૨૧) (રહે.પરાપીપડીયા એકતા સોસાયટી) કવાટર નં.૫૮માં ભાડે) ને શંકાના આધારે રોકી તેની પાસે રહેલા બે થેલાનસ તલાશી લેતા દારૂની ૧૮ બોટલ અને ૭૨ ચપલા મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી રૂ.૧૪,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

(3:59 pm IST)