Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

ગુજરાતનું બજેટ સર્વાંગી વિકાસલક્ષી : રાજકોટ માટે સવિશેષ જોગવાઇથી વિકાસને વેગ મળશે : આભાર માનતા કાનગડ

સ્ટે.કમિટિ ચેરમેન ઉદય કાનગડે મુખ્યમંત્રી અને નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા

રાજકોટ તા. ૨૭ : સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ એક યાદીમાં જણાવે છે કે, ગુજરાત વિધાનસભામાં નવા નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧નુ રૂ.૨,૧૭,૨૮૭ કરોડનું અંદાજપત્ર રજુ થયું છે. જેમાં રૂ.૬૦૫.૪૩ કરોડની પુરાંત દર્શાવવામાં આવેલી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં સંવેદનશીલતા, પારદર્શકતા, પ્રગતિશીલતા અને નિર્ણાયકતા સાથે ગુજરાત સરકાર વિકાસશીલતા તરફ આગળ વધી રહી છે. ગુજરાત રાજય સમગ્ર દેશનું રોલ મોડેલ બનેલું છે. અને હવે રાજયને ઉત્તમથી સર્વોત્તમ સુધી લઇ જવાનું છે. તમામ વર્ગોને ધ્યાને લઇ આ બજેટ રજુ કરવામાં આવેલ છે. જે બદલ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રી નીતિનભાઈ પટેલનો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ આભાર વ્યકત કરેલ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલએ સવિશેષ કાળજી રાખી રાજકોટ શહેરને જુદી જુદી સુવિધાઓ આપવાની જોગવાઈ કરેલ છે.

મુંગા પશુઓની સારવાર માટે કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, અને મહેસાણા શહેરમાં આ સેવા સુદ્રઢ કરવા કુલ રૂ.૧૩ કરોડની જોગવાઈ, રાજકોટ સહિત ચાર જિલ્લાઓની મધ્યસ્થ જેલમાં મીની આંગણવાડી, રાજકોટ સહિત રાજયના ચાર મહાનગરોમાં બાંધકામ સાથે જોડાયેલા શ્રમિકોને સિટી બસમાં રાહત ભાવે મુસાફરી કરી શકે તે માટે રૂ.૫૦ કરોડની ફાળવણી,  રાજકોટ-ભાવનગર મેડીકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ની ૧૦૦ અને અનુસ્નાતકની ૬૪ સીટનો વધારો કરવા, સુવિધા વધારવા રૂ.૭૩ કરોડની ફાળવણી,  રાજકોટ શહેર-જીલ્લાની સાત સહિત રાજયની ૨૬ દસ્તાવેજ નોંધણી કચેરી મોડેલ બનશે.

રિયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વોટર નિતી અંતર્ગત વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર ખાતે ગંદા પાણીને ટ્રીટ કરી તેના પુનઃ ઉપયોગના પ્રોજેકટ પ્રગતિમાં છે. અન્ય શહેરોમાં આ યોજનાનો વ્યાપ વધારવા રૂ.૧૦૦ કરોડની જોગવાઈ, જૂનાગઢ ખાતે છોકરાઓ માટે અને રાજકોટ ખાતે છોકરાઓ તથા છોકરીઓ માટે ચિલ્ડ્રન હોમ્સના નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઈ, શહેરી વિસ્તારોમાં ખુબ લોકપ્રિય અને ઉપયોગી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માટે રૂ.૪૫૪૪ કરોડની જોગવાઈ પૈકી,  ટ્રાફિક સમસ્યા હળવી કરવા તેમજ ઈંધણ અને સમયની બચતના હેતુથી મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં ફલાયઓવર બનાવવા રૂ.૫૦૦ કરોડની જોગવાઈ, ભૂગર્ભ ગટર તેમજ પાણી પુરવઠાની સુવિધાઓ ઉભી કરવા માટે રૂ.૧૧૬૯ કરોડની જોગવાઈ, અમૃત યોજના અંતર્ગત ૮ મહાનગરપાલિકા અને ૨૩ નગરપાલિકાઓમાં પાણી પુરવઠા, ગટર, વરસાદી પાણીનો નિકાલ, પરિવહન જેવી સુવિધા માટે રૂ.૮૦૦ કરોડની જોગવાઈ,  સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ૬ શહેરોમાં એરિયા બેઝ વિકાસના કામો જેવા કે એરિયા રિડેવલપમેન્ટ, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, ઇન્ટરમોડલ ટ્રાન્સપોર્ટ હબ, સીસીટીવી, ઇન્ટરનેટ કનેકટીવીટી વિ. માટે રૂ.૫૯૭ કરોડની જોગવાઈ, સ્વચ્છ ભરત મિશન અંતર્ગત શહેરોને સ્વચ્છ બનાવી નાગરિકોને આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે રૂ.૨૦૦ કરોડની જોગવાઈ, અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કી.મી. રસ્તાને રૂ.૨૮૯૩ કરોડના ખર્ચે છ-માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ થશે.

(3:58 pm IST)