Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વકીલોના વેલફેર માટે સરકારે પાંચ કરોડ ફાળવતાં વકીલોની કોર્ટ નજીક આતશબાજી વકીલોએ ફટાકડા ફોડી ખુશાલી મનાવી મીઠા મોઢા કરાવ્યા

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા પ્રથમ વખત જ વકીલોના વેલફેર ફંડ માટે રૂ. પાંચ કરોડની બજેટમાં ફાળવણી કરતાં વકીલોમાં આનંદની લાગણી ફેલાયેલ છે. આજે રાજકોટ બાર એસો. અને ભાજપ લીગલ સેલ પ્રેરિત વકીલોએ કોર્ટ નજીક સરકારના નિર્ણયની ખુશાલી વ્યકત કરીને રાજકોટ સહિત ઠેરઠેર જીલ્લા-તાલુકા મથકોએ વકીલો દ્વારા ફટાકડા ફોડીને આનંદની લાગણી વ્યકત કરી હતી. રાજકોટમાં બાર. કાઉ.ના પુર્વ ચેરમેન દિલીપભાઇ પટેલ, એડવોકેટ હિતેન્દ્રસિંહ જાડેજા, બળવંતસિંહ રાઠોડ, યોગેશ ઉદાણી, તુષાર બસલાણી, મુકેશ પંડયા, ધીમંત ભટ્ટ, સહિતના વકીલોએ મોટી સંખ્યામાં ફટાકડા ફોડીને ખુશાલી મનાવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતાં.

(3:50 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં બોર્ડની પરીક્ષાનું અંગ્રેજીનું પેપર 2 કલાક વહેલું ફૂટી ગયું : જવાબો સહીત સોશિઅલ મીડિયામાં વાઇરલ : જવાબદારો સામે કડક પગલાં લેવાની અધિકારીઓની ખાતરી : સરકારની નિષ્ફળતા વિરુદ્ધ પ્રજામાં આક્રોશ access_time 12:51 pm IST

  • હિમાચલમાં શિવમંદીરમાં તોડફોડ કરી શીવલીંગ ઉખાડી ફેંકી દીધું : ધર્મશાલાઃ હિમાચલની રાજધાની ધર્મશાલાના વોર્ડનંબર - ૧૭ સિધ્ધપુરમાં અજાણ્યા લોકોએ શિવલીંગ ઉખેડી તોડી નાખ્તા બજરંગ દળે ડીપીજી રાજય પોલીસને આવેદન પત્ર પાઠવ્યુ હતુ. અસામાજીક તત્વોએ મંદિરમાં તોડફોડ કરી શિવલીંગ તોડીને બાજુની ઝાડીઓમાં ફેકી દીધુ હતુ. પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને હિન્દુ વિરોધીઓ સામે સુત્રોચ્ચાર કર્યા હતા. અહિં વિરોધી સ્લીપર સેલ કાર્યરત હોવાનું કહેવાય છે. access_time 11:16 am IST

  • અમેરિકા,ફ્રાન્સ અને રશિયાએ દિલ્હીમાં આવેલા તેમના નાગરિકો માટે સિક્યોરિટી એલર્ટ જાહેર કરેલ છે. access_time 11:18 pm IST