Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કંપની દ્વારા એડવોકેટ જયપ્રકાશ ત્રીવેદીની ટોપ પરફોમર તરીકે પસંદગી

ઇંગ્લેન્ડ ખાતે એવોર્ડ આપવામાં આવશે

રાજકોટ તા. ર૭: રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી શ્રી જયપ્રકાશ જે. ત્રિવેદી કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી જુદી જુદી અનેક વિમા કંપની તરફેના કેસો લડી રહ્યા છે અને તેઓ આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. ઇફકો-ટોકીયો જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. એચ.ડી.એફ.સી. અર્ગો જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી., શ્રી રામ જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. રીલાયન્સ જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. લીબર્ટી જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી., એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. જેવી અનેક પ્રાઇવેટ ઇન્સ્યુરન્સ કાું.ઓમાં તથા પબ્લીક સેકટરની વિમા કંપનીઓ જેવી કે, ધી ઓરીએન્ટલ ઇન્સ્યુરન્સ કાું. લી., યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યુરન્સ કાું. લી.ના લીડીંગ એડવોકેટ છે શ્રી જયપ્રકાશ જે. ત્રિવેદીને સતત આઠમી વખત આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કાું.એ સમગ્ર ભારતમાંથી જે ટોપ પરફોર્મર એડવોકેટસ સીલેકટ કરે છે તેમાં ર૦૧૩ થી સતત આઠમી વખત સીલેકટ થયેલ છે. અને તેઓને ઇંગ્લેન્ડ ખાતે એવોર્ડ આપવામાં આવશે. શ્રી જયપ્રકાશ જે. ત્રિવેદીને આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. સને ર૦૧૩માં બેંકકોક ખાતે, સને ર૦૧૪માં દુબઇ ખાતે, સને ર૦૧પમાં સાઉથ આફ્રીકામાં, સને ર૦૧૬માં ઇટલી રોમ ખાતે, સને ર૦૧૭માં ન્યુઝીલેન્ડમાં, સને ર૦૧૮માં ફીનલેન્ડમાં, ર૦૧૯માં ઇજીપ્તમાં એવોર્ડ આપવામાં આવેલ છે. શ્રી જયપ્રકાશ જે. ત્રિવેદીને આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યુરન્સ કાું. લી. સતત આઠ વખત ટોપ પર્ફોમર તરીકે સીલેકટ કરેલ છે. આ એવોર્ડ સ્કોટલેન્ડ (ઇંગ્લેન્ડ) ખાતે આપવાનો હોય તેઓ સ્કટલેન્ડ મુકામે જવા રવાના થયેલ છે અને શુભેચ્છકો, મીત્ર વર્તુળ, વકીલ મીત્રો દ્વારા તેઓને શુભેચ્છાઓ આપવામાં આવેલ છે.

(3:49 pm IST)