Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

એડવોકેટ સંજય પંડીત અને એસ.પી.જી. ટીમનું નાગડકામાં સન્માન

ગોંડલ તાલુકાના નાગડકા ગામના રહેવાસીઓ તથા ગોંડલ યુવક મિત્ર મંડળ તેમજ ઇન્કલાબ વીકાસ દલના અધ્યક્ષ રાજેશભાઇ લાલજીભાઇ સખીયાના નેજા હેઠળ છેલ્લા ઘણા સમયથી ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવતા રહેતા રાજકોટના એડવોકેટ સંજયભાઇ પડીતનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પાટીદાર સમાજના અગ્રી સી. પી. શીંગાળાના હસ્તે શાલ ઓઢાડી સન્માન કરાયુ હતુ. સમારોહમાં સરદાર પટેલ ગ્રુપ (એસ.પી.જી.) ના જસ્મીનભાઇ પીપળીયા, મહેન્દ્રભાઇ, ધર્મેન્દ્રભાઇ વગેરે ઉપસ્થિત રહેતા તેમનું પણ શાલ ઓઢાડી શીલ્ડ આપી સન્માન કરાયુ હતુ. બીપીનભાઇ પટોડીયા, મહેશભાઇ ખુંટ, આશીષભાઇ કુંજડીયા, મનીષભાઇ રૈયાણી, વલ્લભભાઇ કોરાટ, લલિતભાઇ પટોડીયા, વલ્લભભાઇ ઠુંમર, એડવોકેટ દીનેશભાઇ પાતર, ભુપતભાઇ પરમાર, અલ્પેશભાઇ દોંગા વગેરે ઉપસ્થિત હ્યા હતા. કોઇને સરકારી અધિકારીઓ દ્વારા ખોટી રીતે હેરાનગતી થતી હોય તો મફત કાનુની સેવા આપવાનો કોલ એડવોકેટ સંજય પંડીતે આપ્યો હતો.

(3:43 pm IST)