Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

વાજડી (વડ) ગામમાં જાગૃતી કાર્યક્રમ

વાજડી (વડ) ગામ ખાતે કણસાગરા કોલેજની સમાજકાર્ય વિભાગની વિદ્યાર્થીનીઓ દ્વારા ગામમાં કોરોના વાઇરસ અંગે જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં આંગણવાડી એફ.એસ.ડબલ્યુ. શ્રીમતી જાડેજા મેડમ, આશાવર્કર, સરપંચ શ્રીમતિ નિમુબેન પરમાર, તલાટી કમ મંત્રી જે. કે. ચાવડા, શાળાના આચાર્ય મુકેશભાઇ દોંગા, અને કોલેજના આચાર્ય ડો. આર. આર. કાલરીયા, સમાજકાર્ય વિભાગનાં અધ્યક્ષ શ્રીમતિ કોમલબેન કપાસી, ફિલ્ડ ઓફિસર ડો.પરેશભાઇ સરસિયા ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરૂ પાડેલ. વિદ્યાર્થીનીઓ ડેન્સી કાપડીયા, રિધ્ધી લિંબાસીયા, સુરભી મકવાણા, હર્ષા પરમાર, આરતી પરમાર, રવિના ચૌહાણ, શિલ્પા બગડા, હિના સોલંકી, જાગૃતિ ખિમસુરીયા દ્વારા કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરાયુ હતુ.

(3:42 pm IST)