Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

લોહાણા મહાજન દ્વારા આયોજીત સર્વજ્ઞાતિ - નિઃશુલ્ક મેગા નિદાન કેમ્પમાં દર્દીઓનો ભારે ધસારો

બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, વજન, ઇ.સી.જી સહિતના પરીક્ષણો વિનામૂલ્યે કરવામાં આવ્યાઃ દવાઓ પણ ફ્રી આપવામાં આવીઃ સુપર સ્પેશ્યાલીસ્ટસ મેડીકલ ચેકઅપ કેમ્પમાં ૪૨ રઘુવંશી ડોકટર્સે અમૂલ્ય અને ઉત્કૃષ્ટ સેવા આપી : હાજર રહેલ દર્દીઓમાંથી વરિષ્ઠ દર્દીના વરદ્ હસ્તે દીપ પ્રાગટ્ય કરાવી તથા ડાયસ ફંકશન રદ કરી લોહાણા મહાજને નવો ચીલો પાડ્યો

રાજકોટ,: સામાજીક, સેવાકીય, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી વિગેરે જેવી સતત સમાજોપયોગી પ્રવૃતિઓ કરતા રાજકોટ લોહાણા મહાજન તથા રઘુવંશી ડોકટર્સ એસોસીએશન રાજકોટના સંયુકત ઉપક્રમે યોજાયેલ સર્વજ્ઞાતિ - નિઃશુલ્ક નિદાન કેમ્પમાં દર્દીઓનો ભારે ઘસારો રહ્યો હતો. આશરે ૬૫૦ જેટલા દર્દીઓએ નિદાન -સારવારનો લાભ મેળવ્યો હતો. આ સુપર સ્પેશ્યાલીસ્ટસ મેડીકલ ચેકઅપ કેમ્પમાં ૪૨ જેટલા રઘુવંશી ડોકટર્સે પોતાની અમૂલ્ય અને ઉત્કૃષ્ટ સેવા આપી હતી.

નિદાન કેમ્પમાં સામાન્ય રીતે મોંઘા ગણાતા પરીક્ષણો જેવા કે ઇ.સી.જી, ડાયાબિટીસ (સુગર) અને બ્લડપ્રેશર ચેકઅપ વિગેરે નિઃશુલ્ક કરી આપવામાં આવ્યા હતા. દર્દીઓને જરૂરીયાત મુજબ દવાઓ પણ ફ્રી આપવામાં આવી હતી. હાજર રહેલ સેંકડો દર્દીઓમાંથી વરિષ્ઠ દર્દીના વરદ્ હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું તથા સમય, શકિત, નાણાંના બચાવના ભાગરૂપે ડાયસ ફંકશન રદ કરી રાજકોટ લોહાણા મહાજને આરોગ્યલક્ષી સેવાકીય પ્રવૃતિને અનુરૂપ નવો ચીલો પાડ્યો હતો. હાજર રહેલ સૌ લોકોએ  કાર્યક્રમ તથા સમયને અનુરૂપ આ પ્રેરણારૂપ નિર્ણયની સરાહના કરી હતી.

સુપર સ્પેશ્યાલીસ્ટસ ડોકટર્સ કે જેઓએ મેગા નિદાન કેમ્પમાં પોતાની અમૂલ્ય-ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી તેમાં,(૧) ચામડીના નિષ્ણાંત ડોકટર્સ- ચેતનભાઇ લાલસેતા (પ્રેસીડેન્ટ-IMAરાજકોટ), ડો.આશાબેન માત્રાવડીયા, ડો.મુકેશભાઇ રૂપારેલીયા વિગેરે.

(૨) સ્ત્રી રોગ નિષ્ણાંત- ડો. નિતાબેન ઠક્કર, ડો. જીજ્ઞાબેન ગણાત્રા, ડો. ભાવેશભાઇ વિઠ્ઠલાણી,ડો. હિનાબેન પોપટ, ડો. સ્વાતિબેન દાવડા વિગેરે.

(૩)બાળ રોગ નિષ્ણાંત - ડો. સમીરભાઇ ઠકરાર, ડો.મનિષભાઇ કોટેચા, ડો.મમતાબેન કોટેચા, ડો.જયદિપભાઇ ગણાત્રા, ડો. મૌલીબેન ગણાત્રા, ડો.સુધીરભાઇ રૂધાણી, ડો. કૃણાલભાઇ આહ્યા,ડો. જતીનભાઇ ઉનડકડ, ડો. મિતુલભાઇ ઉનડકડ, ડો. યજ્ઞેશભાઇ પોપટ, ડો.સ્વાતિબેન પોપટ વિગેરે.

(૪) મેડીસીન તથા ક્રિટીકલ કેર વિભાગના નિષ્ણાંત- ડો.રાજેશભાઇ તેલી, ડો.મયંકભાઇ ઠક્કર, ડો. સંકલ્પભાઇ વણઝારા, ડો. મિલાપભાઇ મશરૂ વિગેરે.

(૫) કાર્ડીયોલોજીસ્ટસ- ડો. મિહીરભાઇ તન્ના, ડો.રવિભાઇ ભોજાણી વિગેરે.

(૬)હાડકા તથા સાંધાના રોગોના નિષ્ણાંત -ડો. નિશાંતભાઇ ચોટાઇ, ડો.નિતિનભાઇ રાડીયા, ડો.એમ.પી.રાજા, ડો. દિપભાઇ રાજાણી, ડો. વિવેકભાઇ ખખ્ખર વિગેરે.

(૭) આંખના રોગોના નિષ્ણાંત - ડો.ચેતનભાઇ હિંડોચા, ડો.પીયુષભાઇ ઉનડકડ વિગેરે.

(૮) માનસિક રોગોના નિષ્ણાંત -  ડો.વિમલભાઇ સોમૈયા, ડો.ભાવેશભાઇ કોટક વિગેરે.

(૯) કસરત વિભાગ (ફીઝીયોથેરાપીસ્ટ)- ડો.મોનાલીબેન તન્ના, ડો. અંકિતભાઇ કાથરાણી, ડો. બ્રિન્ઝાબેન નથવાણી વિગેરે નો સમાવેશ થાય છે.

રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ શ્રી રાજુભાઇ પોબારૂએ નિઃસ્વાર્થ પણે સમાજ સેવા કરવા માટે મહાજન સદાય તત્પર હોવાનો કોલ આપ્યો હતો. અનિવાર્ય સંજોગોને કારણે તેઓ હાજર ન રહી શકતા મેગા નિદાન કેમ્પને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

નિદાન કેમ્પની શરૂઆતમાં સાદાઇપૂર્વકના શોર્ટ એન્ડ સ્વીટ એવા દિપ પ્રાગટ્ય કાર્યક્રમ દરમ્યાન સ્વાગત પ્રવચન તથા કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન ડો. પરાગભાઇ દેવાણીએ કર્યું હતું.

સમગ્ર મેડિકલ ચેકઅપ કેમ્પને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ,રઘુવંશી ડોકટર્સ એસોસીએશનના પ્રમુખ ડો.સુશીલભાઇ કારીયા , મહાજન કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, ઉપપ્રમુખ યોગેશભાઇ  પૂજારા (પૂજારા ટેલિકોમ), સંયુકત મંત્રીઓ ડો.હિમાંશુભાઇ ઠક્કર તથા રીટાબેન કોટક, ઇન્ટરનલ ઓડીટર ધવલભાઇ ખખ્ખર, ડો.આશિષભાઇ ગણાત્રા (મેડીકલ ચેકઅપ કેમ્પ કો.ઓર્ડીનેટર), ડો.પરાગભાઇ દેવાણી, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, રીટાબેન કુંડલીયા, રંજનબેન પોપટ, અલ્પાબેન બરછા, શૈલેષભાઇ પાબારી, જયશ્રીબેન સેજપાલ, એડવોકેટ જતીનભાઇ કારીયા, હિરેનભાઇ ખખ્ખર, મનસુખભાઇ (કિશોરભાઇ) કોટક, દિનેશભાઇ બાવરીયા, યોગેશભાઇ જસાણી, વિધીબેન જટાણીયા, પ્રદિપભાઇ સચદે, ધવલભાઇ કારીયા સહિતની સમગ્ર મહાજન સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી.

(10:08 am IST)