Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

મ્યુ. કોર્પોરેશનના 2 BHK ફલેટમાં પડાપડીઃ ૧૮૦૦૦ ફોર્મ ઉપડયા

તા.૨ માર્ચ સુધી ફોર્મનું વિતરણઃ 1 BHKના ૫૪૨ ફલેટ માટે ૧૫,૬૦૦ પૈકી ૭,૬૦૦ ફોર્મ પરત આવ્યા

રાજકોટ તા. ૨૧: મ્યુ. કોર્પોરેશન દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત LIG પ્રકારના એટલે કે ૨ બીએચકે ૧૨૬૮ ફલેટ માટેના ફોર્મ તા. ૧૭થી શરૂ કરવામાં  આવ્યા છે. છેલ્લા નવ દિવસમાં  અંદાજીત ૧૮ હજાર ફોર્મ ઉપડયા છે તેની સામે ૧ હજાર ફોર્મ પરત આપ્યા છે. જયારે ગઇકાલે છેલ્લી તારીખ સુધીમાં ૧ બીએચએકેનાં ૫૪૨ ફલેટ માટે ૧૫,૬૦૦ જેટલા ફોર્મ પૈકી ૭,૬૦૦ ફોર્મ પરત આવ્યા છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરીજનો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નાનામૌવા, યુનિવર્સિટી રોડ, મવડી, ૧૫૦ ફુટ રીંગ રોડ સહિતના વિસ્તારમાં ૧ થી ૩ બીએચકે ફલેટ યોજના અંતર્ગત અનુક્રમે ૫૪૨, ૧૨૬૮ અને ૧૨૬૮ મળી કુલ ૩૦૭૮ આવાસોનું ૧થી ૩ બીએચકે ફલેટની આવાસ યોજના નિર્માણ કરવામાં આવી રહી છે.

૨ બી.એચ.કે ફલેટ માટે ૧૮ હજાર ફોર્મ ઉપડયા

મ્યુ.કોર્પોરેશન દ્વારા ૫૦ ચો.મીમાં રાણી ટાવર પાછળ, કાલાવડ રોડ, ૧૫૦ ફુટ રીંગ રોડ, દ્વારકેશ હાઇટસની બાજુમાં તથા સેલેનીયમ હાઇટસની સામે, મવડીથી પાળ ગામ રોડ વિસ્તારમાં ૨બી.એચ.કે  આવાસ યોજનનાં ૧૨૬૮ ફલેટનું  નિર્માણ કરવમાં આવી રહ્યુ છે. આ ફલેટની કિંમત રૂ.૧૨લાખ છે. જેના ફોર્મનું વિતરણ ૧૭ ફેબ્રુઆરીથી શહેરની આઇસીઆઇસીઆઇ બેંકની તમામ બ્રાંચ તથા મ્યુ. કોર્પોરેશનના સિવિક સેન્ટરોમાંથી થયું રહ્યું છે. છેલ્લા નવ દિવસમાં એટલે કે, તા.૨૫  સુધીમાં અંદાજીત  કુલ ૧૭,૬૦૦ ફોર્મ ઉપડયા છે. આ ફોર્મની કિંમત રૂ. ૧૦૦ લેખે તંત્રને ૧૭.૬૦ લાખની આવક થવા પામી છે. ૨ બી.એચ.કેનાં ફોર્મ  તા.૨ માર્ચ સુધીમાં  મેળવી અને પરત કરી શકાશે.

૧ બી.એચ.કે આવાસનાં ૭,૫૦૦ ફોર્મ પરત

મ્યુુ.કોર્પોરેશન દ્વારા ઇ.ડબલ્યુ.એસ આવાસ યોજના હેઠળ મવડીનાં અંબિકાટાઉન શીપ વિસ્તારમાં નિર્માણ થયેલ  ૫૪૨ - ૧બીએચકે ફલેટના ૧૫,૬૦૦  ફોર્મ ઉપડયા હતા તેની ગઇકાલ તા.૨૫ ફેબ્રુઆરીનાં છેલ્લ્ી તારીખ સુધીમાં  ૭,૫૦૦ ફોર્મ પરત આવ્યા છે.આ ફલેટની કિંમત રૂ.૫.૩૦ લાખ છે. હવે ૧ બીએચકેનાં ફોર્મની ચકાસણી કરવામાં આવશે.

(3:27 pm IST)