Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ભારત સ્‍કાઉટ ગાઇડની નેશનલ જંબુરીમાં વિવિધ સ્‍પર્ધામાં કેન્‍દ્રીય વિદ્યાલય ઝળકી

રાજકોટ,તા. ૨૬ : તાજેતરમાં રાજસ્‍થાન, રોહટ, પાલી, મારવાડ ખાતે  ભારત સ્‍કાઉટ ગાઇડની ૧૮મી નેશનલ જંબુરીનું આયોજન થયું હતું. જેમાં ભારતના વિભિન્‍ન રાજયો સાથે કેન્‍દ્રીય વિદ્યાલય સંગઠન સ્‍ટેટ એ સક્રિય રૂપે ભાગ લઇને ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરી સમગ્ર જંબુરીમાં વિવિધ પ્રતિયોગિતાઓમાં મોખરે રહી ઓલ ઓવર દ્વિતીય સ્‍થાન પ્રાપ્‍ત કરી કે.વી.એસ. સ્‍ટેટનું ગૌરવ વધાર્યું છે.

કે.વી.એસ. અમદાવાદ રીજનલ ઓફિસમાંથી સ્‍કાઉટ વિગના ૯ સ્‍કાઉટ સાથે કે.વી.નલિયાનાં સ્‍કાઉટ માસ્‍ટર જી.પી.મીણા (ભૂગોળ શિક્ષક) તેમજ ગાઇડ વિગમાંથી ૯ ગાઇડ્‍સ સાથે કે.વી.રાજકોટના ગાઇડ કેપ્‍ટન લતા સોલંકી (સંગીત શિક્ષિકા)ની કંટીજન્‍ટ લીડર તરીકે પસંદગી કરી ટીમ મોકલવામાં આવી હતી. જેમના નેતૃત્‍વ હેઠળ જંબુરી સ્‍કાઉટ તેમજ ગાઇડ વિગના વિદ્યાર્થીઓ શ્રીયા ધોળકિયા, ખુશી શર્મા, અદિતિ વર્મા, પલ્લવી સિંઘ, આયુષી શર્મા, માનસી રૂપાલા, મેઘના રાજાવત, ખુશી કંવર, સુજૈન તથા ઋષિ ભટ્ટ, આદિત્‍ય પાટીલ, રોહન ભલેરાવ, પ્રજવલ સિંઘ, પ્રિન્‍સ સોલંકી, નીરવ કટેરીયા, રાહુલ કુમાર, સહદેવસિંહ ગોહિલએ એડવેન્‍ચર ગેમ, ફન એકિટવિટી, નાઇટ હાઇક, કેમ્‍પ ફાયર, માર્ચપાસ્‍ટ, રંગોળી મેકિંગ, સ્‍કીલ-ઓ-રામા, ફુડ પ્‍લાઝા, કેમ્‍પ ક્રાફટ, પાયોનીયરિંગ, લેઆઉટમાં સફળતા પ્રાપ્‍ત કરી યોગદાન આપેલ.

ઉદ્દઘાટન સમારોહમાં રાષ્‍ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ તથા રાજસ્‍થાન રાજયના મુખ્‍યમંત્રી અશોક ગેહલોત ઉપસ્‍થિત રહ્યા હતા. દેશ અને વિદેશથી આવેલા વિભિન્‍ન રાજયનાં ફલોટ્‍સનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્‍યુ હતું. તથા ભારતીય વાયુસેના સુર્યકિરણ એરોબેટિક્‍સ ટીમના એર શોએ સૌને રોમાંચિત કર્યા હતા. તેમ કેન્‍દ્રીય વિદ્યાલય રાજકોટની પ્રિન્‍સીપાલની યાદીમાં જણાવાયું છે.

(10:58 am IST)