Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ફનવર્લ્‍ડ પાસે બાઇકની ઠોકરે ડો. ડોડીયાને કમરના ભાગે ઇજા

અકસ્‍માત સર્જી ચાલક બાઇક લઇ છનનન

રાજકોટ તા. ૨૬: અકસ્‍માતનો વધુ એક બનાવ રેસકોર્ષ રીંગ રોડ પર ફનવર્લ્‍ડના ગેઇટ નજીક પચ્‍ચીસમીની રાત્રે વાગ્‍યે બન્‍યો હતો. જેમાં એરપોર્ટ રોડ પર વસુંધરા રેસિડેનસી-૬૯માં રહેતાં ડો. ભગીરથ પુરૂષોત્તમભાઇ ડોડીયા (ઉ.વ.૫૪) કે જે ચોૈધરી હાઇસ્‍કૂલ સામે ફેટ ટુ ફીટ નામે ક્‍લીનીક ચલાવે છે તેઓ વોકીંગમાં ઘરેથી આઠેક વાગ્‍યે નીકળી પોણા નવેક વાગ્‍યે ફનવર્લ્‍ડના ગેઇટ પાસે પહોંચ્‍યા ત્‍યારે બાઇક નં. જીજે૦૩ડીએ-૬૫૧૬ના ચાલકે ઠોકરે ચડાવી દેતાં તેઓ ફંગોળાઇ જતાં  કમરના ભાગે ઇજાઓ થઇ હતી. બાઇક લઇને ચાલક ભાગી ગયો હતો. ડોક્‍ટરે તેના નંબર જોઇ લીધા હોઇ તેના આધારે પોલીસને જાણ કરતાં પ્ર.નગર એએસઆઇ સી. જે. ઝાલાએ કાર્યવાહી કરી હતી.

(10:40 am IST)