Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વેલનાથ સોસાયટીમાં મુરગી લેવા ગયેલા કિશનને ચણાવાળાએ પાઇપથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૭: કોઠારીયા રોડ વેલનાથ સોસાયટીમાં શિવધારા પાસે રહેતો અને બફના કારખાનામાં કામ કરતો મુળ બનારસનો કિશન સૂર્યનાથ ચોહાણ (ઉ.વ.૨૫) રાતે ખોખડદળ નદીના પૂલ નીચે પિન્‍ટૂભાઇ મુરગીવાળાની દૂકાને મુરગી લેવા ગયો ત્‍યારે નજીકમાં ઉભેલા ચણાવાળા પાસે ચણા લેવા જતાં બોલાચાલી થતાં ચણાવાળાએ પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભક્‍તિનગર પોલીસને જાણ કરી હતી.

ત્રંબામાં રહેતાં શરદ રતિલાલ રાઠવા (ઉ.૩૮)ને જુના માર્કેટ યાર્ડ પાસે મોમાઇ પાન પાસે હતો ત્‍યારે અજાણ્‍યા શખ્‍સે ગાળો બોલવા પ્રશ્ને ઝઘડો કરી લોખંડના જારાથી માર મારતાં સારવાર માટે દાખલ થયો હતો. બી-ડિવીઝન પોલીસ નિવેદન નોંધવા પહોંચી હતી. પરંતુ એ પહેલા તે રજા લઇને જતો રહ્યો હતો.

(4:26 pm IST)