Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

રફાળામાં ભૂપત બોદરના હસ્તે વાંચનાલય લોકાર્પણ

રાજકોટ : તાલુકાના રફાળા ગામની પંચાયતની ઓફીસમાં વાંચનાલયનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરના હસ્તે કરાયેલ. આ પ્રસંગે માર્કેટયાર્ડના ચેરમેન જયેશ બોદર, જિલ્લા બેંકના ડીરેકટર શૈલેષ ગઢિયા, અગ્રણીઓ ગંગાબેન બથવાર, હરેશ સોજીત્રા, કેયુર ઢોલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(2:55 pm IST)